Bad Cholesterol: શરીરમાં જ્યારે બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો કેટલાક લક્ષણ જોવા મળે છે. ખાસ કરીને શરીરના ત્રણ અંગ એવા છે જ્યાં બેડ કોલેસ્ટ્રોલના કારણે દુખાવો અનુભવાય છે. જો કોઈપણ વ્યક્તિને આ ત્રણ અંગમાં દુખાવાનો અનુભવ થતો હોય તો તેણે બેડ કોલેસ્ટ્રોલ માટે ચેકઅપ કરાવી સારવાર શરૂ કરવી જોઈએ.
Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધવાનું લક્ષણ હોય છે શરીરના આ 3 અંગોમાં થતો દુખાવો
Bad Cholesterol: ખોટા આહાર અને ખરાબ જીવનશૈલીના કારણે બેડ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા દિવસેના દિવસે વધી રહી છે. બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધતું મીણ જેવું પદાર્થ હોય છે. બેડ કોલેસ્ટ્રોલ નસોમાં જામી જાય છે અને રક્ત પરિભ્રમણને અસર કરે છે. બેડ કોલેસ્ટ્રોલના કારણે ધમનીઓ બ્લોક થઈ જાય છે અને તેના કારણે સ્ટ્રોક અને હાર્ટ અટેક જેવી ગંભીર સ્થિતિનું જોખમ વધી જાય છે. શરીરમાં વધતા બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું જરૂરી છે.
શરીરમાં જ્યારે બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો કેટલાક લક્ષણ જોવા મળે છે. ખાસ કરીને શરીરના ત્રણ અંગ એવા છે જ્યાં બેડ કોલેસ્ટ્રોલના કારણે દુખાવો અનુભવાય છે. જો કોઈપણ વ્યક્તિને આ ત્રણ અંગમાં દુખાવાનો અનુભવ થતો હોય તો તેણે બેડ કોલેસ્ટ્રોલ માટે ચેકઅપ કરાવી સારવાર શરૂ કરવી જોઈએ.
બેડ કોલેસ્ટ્રોલના કારણે આ ત્રણ અંગમાં થાય છે દુખાવો
પગમાં દુખાવો
બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો પગમાં દુખાવો થાય છે. જ્યારે પગની ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જામવા લાગે તો રક્ત પ્રવાહ બાધિત થાય છે. તેના કારણે પગમાં દુખાવો અને સોજાની સમસ્યા થાય છે. આ સ્થિતિને મેડિકલ ભાષામાં પેરીફેરલ આર્ટરી ડીસીઝ કહેવાય છે. ઘણી વખત આ સ્થિતિમાં વ્યક્તિને ચાલવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે
હાથમાં દુખાવો
બેડ કોલેસ્ટ્રોલ વધવાની સ્થિતિમાં હાથમાં અને બાવળામાં દુખાવો અનુભવાય છે. જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા વધી રહી હોય તો હાથ સુધી રક્ત પહોચવાનું ઓછું થઈ જાય છે. જેના કારણે હાથમાં દુખાવો થાય છે. આ સિવાય હાથમાં ઝણઝણાટી અને ખાલી ચઢી જવાની સમસ્યા પણ વધી જાય છે. જો તમને કોઈ સ્પષ્ટ કારણ વિના હાથમાં દુખાવો થતો હોય તો તુરંત જ હેલ્થ એક્સપર્ટ ની મદદ લેવી.
પીઠમાં દુખાવો
પીઠમાં થતો દુખાવો પણ હાઈ કોલેસ્ટ્રોલનું સંકેત હોઈ શકે છે. જ્યારે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થઈ જાય છે તો કરોડરજ્જુ આસપાસના ભાગમાં રક્ત પ્રવાહ ઓછો થવા લાગે છે. જેના કારણે પીઠના નીચેના ભાગમાં દુખાવો રહે છે. જો તમને પીઠ કે કમરમાં વારંવાર દુખાવો થતો હોય તો આજથી તેને ઇગ્નોર કર્યા વિના તુરંત ડોક્ટરનો સંપર્ક કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.