Dal for Heart Health: આજની લાઈફ સ્ટાઇલના કારણે ઘણા લોકો નવી નવી બીમારીઓનો શિકાર બનતા હોય છે. જેમાં સૌથી વધુ ખતરનાક બીમારી છે હૃદય રોગ. ફાસ્ટ ફૂડ અને બહારનું (Dal for Heart Health) ખાવાનું લોકોના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. જેથી તેઓને હૃદયની બીમારીઓનું જોખમ સૌથી વધુ હોય છે.
કારણ કે ખરાબ કોલેસ્ટ્રોલ શરીરની નસોમાં ચોંટી જાય છે અને તેને બ્લોક કરી દે છે,જેનાથી નસોમાં લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે. તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. હવે આજની લાઈફ સ્ટાઇલને ધ્યાનમાં રાખીને લોકોએ શારીરિક કસરત અને પોતાનું ખાનપાન સુધારવું જોઈએ.કેટલીક ખાદ્ય વસ્તુઓ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે છે, આમાં તમારા ઘરે બનાવેલા વિવિધ પ્રકારની દાળનો સમાવેશ થાય છે.
દાળમાં ભરપુર માત્રમાં ફાયબર હોય છે તેથી દાળ હૃદય-સ્વસ્થ આહારનો ભાગ પણ બની શકે છે.દાળમાં રહેલ ફાઇબર તમને લાંબા સમય સુધી સંપૂર્ણ રાખવામાં મદદ કરી શકે છે. અને સાથે જ દાળ વજન ઘટાડવામાં મદદ કરે છે અને લોહીના કોલેસ્ટ્રોલને સુધારવામાં પણ મદદ કરે છે, જે હૃદય રોગનું મુખ્ય કારણ છે.
એક રીપોર્ટ અનુસાર અઠવાડિયામાં માત્ર એક જ વાર દાળ ખાનારાઓની સરખામણીમાં અઠવાડિયામાં ચાર કે તેથી વધુ વખત દાળ ખાનાર લોકોમાં કોરોનરી હૃદય રોગનું જોખમ 22% અને હૃદય રોગનું જોખમ 11% ઓછું થઈ જાય છે. એવામાં પ્રશ્ન એ થાય કે હૃદયને સ્વસ્થ રાખવા માટે કઈ દાળ વધુ ફાયદાકારક છે.
તો તમને જણાવી દઈએ કે ચાર દાળ એવી છે હ્રદયને સ્વસ્થ રાખે છે. મગની દાળ, ચણાની દાળ, તુવેર દાળ અને અડદની દાળ આ ચાર દાળ તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. આ દાળ પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. સાથે જ ફાઇબર, એન્ટીઑકિસડન્ટો અને કાર્બોહાઇડ્રેટ્સનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, તેથી તેને તમારા દૈનિક આહારમાં સામેલ કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.