બોલિવૂડના ફેમસ સિંગર હિમેશ રેશમિયાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે, તેમના પિતા વિપિન રેશમિયાનું નિધન થયું છે. વિપિન રેશમિયાએ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
મનોરંજન જગતમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાએ આત્મહત્યા કરી હતી અને એ વાત લોકો હજુ ભૂલ્યા નથી કે સમાચાર આવ્યા છે કે સિંગર હિમેશ રેશમિયાના પિતા સંગીતકાર વિપિન રેશમિયાનું નિધન થઈ ગયું છે.
માહિતી અનુસાર, હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયા છેલ્લા થોડા સમયથી બીમાર હતા અને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. ઉંમરને કારણે તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હિમેશના પિતાને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
વિપિન એક સંગીતકાર હોવાની સાથે પ્રોડ્યુસર પણ હતા. તેણે ધ એક્સપોઝ અને તેરા સુરૂરમાં પ્રોડ્યુસર તરીકે કામ કર્યું. આ ફિલ્મોમાં હિમેશે મુખ્ય ભૂમિકા ભજવી હતી. સાથે જ એવું પણ કહેવાય છે કે વિપિન અને સલમાન ખાન એક ફિલ્મમાં સાથે કામ કરવા જઈ રહ્યા હતા અને આ દરમિયાન હિમેશ સલમાનને મળ્યો. આ પછી, હિમેશનું નસીબ ચમક્યું અને તેને પહેલીવાર સલમાન-કાજોલની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યામાં સંગીત આપવાની તક મળી. ફિલ્મ હિટ રહી અને હિમેશના સંગીતની પણ ખૂબ પ્રશંસા થઈ હતી.
એવું કહેવાય રહ્યું છે કે હિમેશના પિતા વિપિન રેશમિયાના અંતિમ સંસ્કાર આજે એટલે કે 19 સપ્ટેમ્બરે કરવામાં આવશે. આ વિશે માહિતી આપતા, પ્રખ્યાત ફેશન ડિઝાઇનર વનિતા થાપરે જણાવ્યું હતું કે વિપિનના અંતિમ સંસ્કાર આજે 19 સપ્ટેમ્બરના રોજ જુહુ સ્થિત સ્મશાનઘાટમાં કરવામાં આવશે. જો કે વિપિનના અંતિમ સંસ્કાર અંગે પરિવાર તરફથી હજુ સુધી માહિતી મળી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.