સુરતના માંગરોળ તાલુકાના કઠવાડા ગામે પોતાની સાસરીમા જઈ રહેલ ચેતન પરમાર નામના યુવકની બાઈકને આંતરી ચાર જેટલા ઈસમોએ અપહરણ કરી લીધું હતું.અને કારમાં પૂરી દઈને લઈ જઈ રહ્યા હતા.
સુરતના કોસંબા પોલીસની હદમાં સાળી સાથે પ્રેમ સંબંધ રહેલ બનેવીનું ચાર ઈસમોએ અપહરણ કરી ફાર્મ હાઉસમાં લઈ ગયા, ગણતરીની મિનિટોમાં પહોંચેલી પોલીસે આરોપીઓની ચુંગલ માંથી બચાવ્યો હતો. મુખ્ય આરોપી જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો એ યુવતીનો બનેવી લગ્નનો વિરોધ કરતા આ પિતરાઈ ભાઈઓ સાથે મળી ઈસમે અપહરણનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું.
સુરતના માંગરોળ તાલુકાના કઠવાડા ગામે પોતાની સાસરીમા જઈ રહેલ ચેતન પરમાર નામના યુવકની બાઈકને આંતરી ચાર જેટલા ઈસમોએ અપહરણ કરી લીધું હતું.અને કારમાં પૂરી દઈને લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન રોડ પર પસાર થઈ રહેલ એક વાહન ચાલક જોઈ જતાં તેણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેને પગલે કોસંબા પોલીસની સાથે સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ દોડતી થઈ ગઈ હતી અને નાકાબંધી કરી દીધી હતી.
તે દરમિયાન પોલીસને લોકેશન આધારે જાણવા મળ્યું હતું કે અપહરણકારો નાની નરોલી એક ફાર્મ પર છે.જેને લઇને તુરત પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી.જ્યાં ભોગ બનનાર ચેતન પરમાર ને આરોપીઓએ માર મારી અધમૂઓ કરી નાખ્યો હતો. અને સેલટોપ, દોરીથી બંધક બનાવી દિધો હતો.પોલીસે ચેતન ને આરોપીઓની ચુંગાલ માંથી છોડાવી સ્થળ પરથી ચારેય ઇસમોને દબોચી લીધા હતા.
પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે ભોગ બનનાર ચેતન છેલ્લા છ વર્ષથી તેની સાળી સાથે પ્રેમ સંબંધ હતો. અને ચાર આરોપીઓ પૈકી મુખ્ય આરોપી મિતેષ સોલંકી ને ચેતનની સાળી સાથે પ્રેમ સંબંધ હતો અને બન્ને લગ્ન કરવા હોવાથી રોજીંદા વાતચીત કરતા હતા. જે લગ્નનો વિરોધ બનેવી ચેતન કરતા મુખ્ય આરોપી મિતેષ સોલંકીએ પોતાના પિતરાઈ ભાઈઓ સાથે મળી અપહરણનો પ્લાન ઘડ્યો હતો. ત્યારે અપહરણ કારોએ ઘડેલ પ્લાન સુરત જિલ્લા પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો અને હાલ ચારેય વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.