તિરુપતિના પ્રસાદમાં ‘ચરબી’ની ભેળસેળ મામલે હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, નડ્ડાએ માંગ્યો રિપોર્ટ…

આંધ્ર પ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે લાડુઓમાં ભેળસેળ હોવાની ફરિયાદ બાદ તેમને તપાસ માટે ગુજરાતની લેબમાં મોકલ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તિરુપતિના પ્રસાદમાં બીફ અને માછલીનું તેલ ભેળવવામાં આવતું હતું. આ ખુલાસો થયા બાદ દેશ અને દુનિયાના કરોડો હિન્દુઓ સ્તબ્ધ છે આ મામલાની ગુંજ હવે કેન્દ્ર સરકાર સુધી પણ પહોંચી ગઈ છે.

Tirupati Temple News: તિરુપતિના પ્રસાદમાં ‘ચરબી’ની ભેળસેળ મામલે હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, નડ્ડાએ માંગ્યો રિપોર્ટ

Tirupati Tirumala Temple Laddu Prasad: તિરુપતિના વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી અને માછલીના તેલની મિલાવટના ખુલાાસા પર હડકંપ મચી ગયો છે. આ ખુલાસો થયા બાદ દેશ અને દુનિયાના કરોડો હિન્દુઓ સ્તબ્ધ છે અને આ મામલે તેઓ કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. આ મામલાની ગુંજ હવે કેન્દ્ર સરકાર સુધી પણ પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ આ મામલે શુક્રવારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી અને આ મામલાનો રિપોર્ટ સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલવા જણાવ્યું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આ મામલે કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવાથી પાછળ નહીં હટે.

ગુજરાતની લેબ સત્ય સામે લાવી

ગુજરાતની લેબના રિપોર્ટ મુજબ જે ઘી તિરુપતિના પ્રસાદના લાડુ બનાવવા માટે વપરાય છે તેમાં પશુ ચરબી અને માછલીના તેલના અંશ છે. ઝી મીડિયા પાસે લેબ રિપોર્ટ પણ છે. જેમાં આ તમામ ચીજોનો ઉલ્લેખ છે. આ મામલો સામે આવ્યા બાદ YSR કોંગ્રેસની જૂની સરકાર નિશાના પર છે. આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે માંગણી કરી છે કે સનાતન ધર્મરક્ષણ બોર્ડ બને.

તિરુપતિના પ્રસાદમાં બીફ અને માછલી

અત્રે જણાવવાનું કે આંધ્ર પ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે લાડુઓમાં ભેળસેળ હોવાની ફરિયાદ બાદ તેમને તપાસ માટે ગુજરાતની લેબમાં મોકલ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તિરુપતિના પ્રસાદમાં બીફ અને માછલીનું તેલ ભેળવવામાં આવતું હતું. રિપોર્ટમાં સામે આવ્યું કે પ્રસાદ તરીકે અપાતા લાડુમાં સોયાબીન, સનફ્લાવર, ઓલિવ, રેપસીડ, લિનસીડ, ઘઉ બીજ, મકાઈ બીજ, કપાસ બીજ, માછલીનું તેલ, નારિયેળ, પામ કર્નેલ ફેટ, પામ ઓઈલ, બીફ ટેલો અને લાર્ડ (સુવરની ચરબી) ભેળવવામાં આવે છે.

પ્રસાદમાં ભેળસેળ પર રાજકારણ

તિરુપતિના પ્રસાદમાં ભેળસેળનો મામલો તૂલ પકડ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે અને તેમની પાસે આ મામલે વિસ્તૃત જાણકારી માંગી છે. નડ્ડાએ કહ્યું કે આ મામલો તેમના ધ્યાનમાં છે. આ મામલે આંધ્ર પ્રદેશ સરકાર પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કાનૂનના દાયરામાં જે પણ યોગ્ય હશે તે કાર્યવાહી થશે.

આ સમગ્ર મામલે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ ભાજપ પર નિશાન સાંધતા કહ્યું કે જે YSRCP પર હવે ભાજપ આરોપ લગાવી રહ્યું છે તે છેલ્લા 5 વર્ષથી સતત ભાજપની સમર્થક રહી છે અને બંનેએ અનેક મુદ્દાઓ પર એકબીજાનું સમર્થન કર્યું. જ્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે કહ્યું કે એ વાતની તપાસ થવી જોઈએ કે ક્યારે અને કોને કોન્ટ્રાક્ટ મળ્યો.

બીજી બાજુ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ કિશોરે કહ્યું કે આ હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે. આ પ્રકરણની સીબીઆઈ તપાસ થવી જોઈએ. યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે આ મામલે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ.

ખુબ ખાસ છે તિરુપતિ લાડુ

તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસાદમાં લાડુ અપાય છે. એવું કહેવાય છે કે પ્રસાદ વગર દર્શન પૂરા થતા નથી. આ લાડુ ખાસ રસોઈઘરમાં બને છે. તે રસોઈ ઘરને લાડુ પોટુ કહેવાય છે. આ લાડુ ખાસ વિધિથી બનાવવામાં આવે છે. મંદિરમાં રોજ 8 લાખથી વધુ લાડુ બને છે. તેમાં અનેક પ્રકારના મેવા નાખવામાં આવે છે. આ લાડુ બનાવવા માટે 600થી વધુ રસોઈયા કામ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.