‘ઓય..સો ગયે હૌ ક્યાં સબ લોગ…’, રોહિત શર્મા કેમ ખેલાડી પર ભડક્યો?…

IND Vs BAN Rohit Sharma: ચેન્નાઈમાં બાંગ્લાદેશના સામે ચાલી રહેલી પહેલી ટેસ્ટના બીજા દિવસે કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં હિટમેન પોતાના કોઈ પ્લેયર પર ગુસ્સો કરી રહ્યા છે. ઘટના ફિલ્ડ બદલવા સમયની છે.

બાંગ્લાદેશ સામે ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કેપ્ટન રોહિત શર્મા ટીમના કોઈ પ્રેયર પર ગુસ્સો કરતા જોવા મળી રહ્યા છે. હકીકતે મેચના બીજા દિવસે બાંગ્લાદેશી ટીમને 149 રન પર ઓલઆઉટ કરતી વખતે રોહિતનું આ રૂપ જોવા મળ્યું. રોહિત પોતાના એક ફિલ્ડરને કંઈક કહી રહ્યા હતા. પરંતુ જ્યારે તે ફિલ્ડરે સાંભળ્યું નહીં તો તે હાથ ઉપાડીને તે પ્લેયર પર ગુસ્સો કરતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડિયોમાં હિટમેન ફિલ્ડ બદલવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે પરંતુ જ્યારે તે ફિલ્ડરની તરફ તે હાથ હલાવી રહ્યા હતા તો તેણે કેપ્ટનને તરત નોટિસ ન કર્યા. તેનાથી નિરાશ થઈને ગુસ્સામાં રોહિત બુમો પાડતા કહી રહ્યા છે, “સોયે હુએ હૈ સબ લોગ”, જોકે એ સ્પષ્ટ નથી કે કેપ્ટન કોની પર ગુસ્સો કરી રહ્યા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.