Dahod School Principal News: દાહોદ જિલ્લામાંથી શિષ્ય ગુરુની પદવીને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. દાહોદના તોરણી પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીનીની મોત (Dahod School Principal News) મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તોરણી પ્રાથમિક શાળાનો હવસખોર આચાર્ય ગોવિંદ નટે બાળકીની હત્યા કર્યાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે.
હેવાન શિક્ષકે શારીરિક ભૂખ સંતોષવા 6 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી હતી બાદ તેણે માસૂમને મોતને ઘાટ ઉતારી હતી. મળતી માહિતી અનુસાર દાહોદના પીપળીયા ગામની તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.
19 સપ્ટેમ્બરે સવારે બાળકી ઘરેથી શાળાએ જવા નીકળી હતી, પરંતુ શાળા છૂટ્યા બાદ બાળકી પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. ત્યારબાદ પરિવાર શાળાએ દોડી ગઈ શોધખોળ કરતા સ્કૂલના પાછળના ભાગેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની FSL તપાસ કરાવી હતી. રીપોર્ટમાં સામે આવ્યું હતું કે બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. આ તપાસમાં શાળાનો આચાર્ય ગોવિંદ નટે વિરૂદ્ધ કેટલાક પુરાવા મળતા પોલીસે હેવાન આચર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.