Punjab Cabinet Reshuffle: આમ આદમી પાર્ટી (AAP) દિલ્હી અને પંજાબમાં સત્તા પર છે. દિલ્હીમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલાયા બાદ હવે પંજાબમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. પંજાબના ચાર મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે.
રવિવારે સાંજે પંજાબના (Punjab New Ministers) પાણી પુરવઠા, સ્વચ્છતા, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી બ્રહ્મ શંકર જિમ્પા, માહિતી, જનસંપર્ક, ખાણ અને જમીન જાહેરાત મંત્રી ચેતન સિંહ જોરામાજરા, પ્રવાસન મંત્રી અનમોલ ગગન માન અને સ્થાનિક સરકાર મંત્રી બલકાર સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
પંજાબ સરકારે તમામ મંત્રીઓના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે અને તેને તાત્કાલિક અસરથી રાજ્યપાલને મોકલી આપ્યો છે. આ પછી પંજાબ સરકારે પણ સોમવારે સાંજે કેબિનેટ વિસ્તરણની જાહેરાત કરી હતી. આ અંતર્ગત નવા ચહેરા બરિન્દર કુમાર ગોયલ, તરનપ્રીત સિંહ સૌંદ, મહિન્દર ભગત અને હરદીપ સિંહ મુંડિયાને કેબિનેટમાં સામેલ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
Punjab Cabinet કેબિનેટમાં કોનો સમાવેશ થશે-
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી રાજીન્દર કૌર ભટ્ટલને હરાવનાર લહેરાગાગાના ધારાસભ્ય બરિન્દર ગોયલ.
સાહનેવાલના ધારાસભ્ય હરદીપ સિંહ મુંડિયન
ખન્નાના ધારાસભ્ય તરનપ્રીત સિંહ સોંડ
જલંધર પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય બનેલા મહિન્દ્ર ભગત
પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા આજે સાંજે આ ચાર નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. ગુલાબ ચંદ કટારિયાના પંજાબના રાજ્યપાલ બન્યા બાદ આ પહેલો કાર્યક્રમ હશે, જેમાં તેઓ નવા મંત્રીઓને શપથ લેવડાવશે. તમને જણાવી દઈએ કે ભગવંત માનની 30 મહિનાની સરકારમાં આ ચોથું કેબિનેટ વિસ્તરણ છે.
અત્યાર સુધી 117 ધારાસભ્યોવાળી પંજાબ વિધાનસભામાં કેબિનેટમાં સીએમ ભગવંત માન સહિત 15 મંત્રીઓ હતા. મંત્રી પરિષદમાં કુલ 18 મંત્રીઓ હોઈ શકે છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં હતા. દિલ્હીમાં થયેલા ફેરફારો બાદ પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ સોમવારે કેબિનેટ વિસ્તરણનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.