લાપતા લેડીઝની ઓસ્કારમાં દમદાર એન્ટ્રી, આ 5 ફિલ્મોને પછાડી રેસમાં આગળ નીકળી…

કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડિઝ’ને ઓસ્કાર 2025માં ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી મળી છે.

કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડિઝ’ને ઓસ્કાર 2025માં ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી મળી છે. આજે ફિલ્મ ફેડરેશને આ વાતની જાહેરાત કરી છે.

ઓસ્કાર એવોર્ડ 2025ની રેસમાં ભારતની ઘણી મોટી ફિલ્મોના નામ સામેલ હતા, પરંતુ આમિર-કિરણની આ ફિલ્મને ઓફિશિયલ એન્ટ્રી મળી ગઈ છે.

આ લિસ્ટમાં રણબીર કપૂરની ‘એનિમલ’, કાર્તિક આર્યનની ‘ચંદુ ચેમ્પિયન’, ‘કલ્કી 2898 એડી’, મલયાલમ ફિલ્મ ‘અટ્ટમ’, ‘શ્રીકાંત’, ‘આર્ટિકલ 370’ જેવી ફિલ્મોના નામ સામેલ છે. જોકે આ ફિલ્મો ઓસ્કાર માટે પસંદ કરવામાં આવી ન હતી.

97મો ઓસ્કાર એવોર્ડ 2 માર્ચ, 2025ના રોજ લોસ એન્જલસમાં હોલીવુડ ઓવેશન ખાતે ડોલ્બી થિયેટરમાં યોજાશે. તે સાંજે 7 વાગ્યાથી (IST) ટેલિકાસ્ટ કરવામાં આવશે જે તમે ભારતમાં 3 માર્ચ, 2025ના રોજ સવારે 4:30 વાગ્યાથી જોઈ શકશો. આ પહેલા, 17 જાન્યુઆરી, 2025 ના રોજ ઓસ્કાર નોમિનેશનની જાહેરાત કરવામાં આવશે.

લાપતા લેડિઝનું પ્રથમ સ્ક્રીનિંગ ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું, જ્યાં તેને જબરદસ્ત પ્રશંસા મળી હતી. આ ફિલ્મ 1 માર્ચ 2024ના રોજ રિલીઝ થઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું કુલ બજેટ માત્ર 5 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પરથી 27.06 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.