આજે જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને જૂનાગઢવાસીઓએ ખૂબ જ ઉમળકાભેર આવકાર્યું હતું. વહેલી સવારથી જ ખૂબ હોશે હોશે નાનાથી લઈને મોટા તેમજ વૃદ્ધ લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. જાણો.., Happy Street was organized in Junagadh
જૂનાગઢના ઈતિહાસમાં પ્રથમવાર હેપ્પી સ્ટ્રીટનું આયોજન
જૂનાગઢ: આજે જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢવાસીઓએ આ સ્ટ્રીટને ઐતિહાસિક બનાવી છે. જૂનાગઢના ઇતિહાસમાં આ પ્રકારે પ્રથમ વખત આયોજિત થયેલા કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફ્રેમ મયુર વાકાણી ઉર્ફે સુંદર મામા પણ પ્રથમ આ અનોખા કાર્યક્રમમાં ભાગ લઈને જુનાગઢ વાસીઓને બિરદાવ્યા હતા. આજના આ હેપ્પી સ્ટ્રીટમાં લોકોએ પોતાની ઈચ્છા મુજબના કાર્યક્રમો આપીને માનસિક તણાવમાંથી દૂર થવાનો રસ્તો સૌ કોઈને બતાવ્યો હતો.
આયોજિત હેપી સ્ટ્રીટ બની ઐતિહાસિક: જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત કેન્સર હોસ્પિટલ દ્વારા જનાગઢના લોકો અને ખાસ કરીને જે વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અને એવા દર્દીઓ કે છે સારવાર લઈને સ્વસ્થ બન્યા છે. તેવા તમામ માટે હેપ્પી સ્ટ્રીટનું આયોજન કર્યું હતું. જુનાગઢના ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારે કોઈ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં સ્વયંભૂ જુનાગઢ વાસીઓ ઉમટી પડ્યા હતા.
જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત: જૂનાગઢ વાસીઓએ પોતાની ઈચ્છા અનુસાર તેમને મનગમતા વિષય પર પોતાની અભિવ્યક્તિ રજૂ કરીને સૌ કોઈને મંત્રમુક્ત કર્યા હતા. આ પ્રકારનું આયોજન અને પ્લેટફોર્મ જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત થયું હતું. જેમાં લોકોએ મન મૂકીને પોતાની જાતને હળવી ફૂલ બનાવી હતી. લોકોમાંથી માનસિક તાણ દૂર થાય, પોતે એક અદના કલાકાર અથવા તો અદાકાર છે તેવી ભાવના સ્વયં પ્રગટ કરે તે માટે પણ આ પ્રકારનું આયોજન થયું હતું. જેને જુનાગઢવાસીઓએ ખૂબ જ ઉમળકાભેર આવકાર્યું છે અને વહેલી સવારથી જ ખૂબ હોશે હોશે નાનેરાથી લઈને મોટેરા અને વૃદ્ધ લોકો પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
હેપ્પી સ્ટ્રીટમાં ગરબાનું આયોજન
ખૂબ મોટી સંખ્યામાં જુનાગઢ વાસીઓ ઉમટ્યા: હેપ્પી સ્ટ્રીટના કાર્યક્રમમાં વહેલી સવારથી જ નાના બાળકો, મહિલાઓ, પુરુષો, યુવાનો અને વૃદ્ધો ઉમટી પડ્યા હતા. પાંચ કલાક સુધી ચાલેલા આયોજનમાં કોઈ જગ્યા પર રમતગમતને લગતી પ્રવૃતિઓ, તો ક્યાંક સૌરાષ્ટ્રની શાન સમાન ગરબા, કોઈક જગ્યા પર સ્વચ્છતાને લઈને આપવામાં આવતા સંદેશો, કોઈ જગ્યા પર માનસિક અસ્થીર બાળકો પણ પોતાની કલાકૃતિ દર્શાવતા જોવા મળ્યા હતા.
આજનો આ કાર્યક્રમ ખાસ પ્રત્યેક જુનાગઢ વાસીઓને સમર્પિત કરવામાં આવ્યો હતો. જેમાં કોઈપણ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર તેમને મનગમતી પ્રવૃત્તિઓમાં પોતાની જાતને પરોવીને કઈ રીતે સ્વસ્થ અને માનસિક તાણ વગરનું જીવન જીવી શકાય તે માટેનો એક સંદેશો મળે તે માટે પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.
હેપ્પી સ્ટ્રીટમાં ડાન્સ પર્ફોર્મસ
આ કાર્યક્રમમાં જૂનાગઢના મોટાભાગના તબીબો, શહેરના નાગરિકો અને ખાસ કરીને શાળાના બાળકો જોડાયા હતા. આ હેપ્પી સ્ટ્રીટમાં એવી સામાન્ય અને દેશી રમતો અને એક્ટિવિટીનું આયોજન થયું હતું કે જેના થકી કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને આધુનિક સાધન કે સંસાધન વગર પણ ખુશ રાખી શકે છે અને આંતરિક પ્રવૃત્તિઓ થઈ શકે છે. તેવો સંદેશો મળે તે માટે પણ આ હેપ્પી સ્ટ્રીટ જુનાગઢ વાસીઓ માટે ઐતિહાસિક બની હતી.
હેપ્પી સ્ટ્રીટમાં નાટકનું આયોજન
મુલાકાતીઓ એ વ્યક્ત કર્યા તેમના પ્રતિભાવો: હેપ્પી સ્ટ્રીટની મુલાકાતે આવેલા મુલાકાતીઓએ જૂનાગઢના ઇતિહાસમાં આયોજિત થયેલા પ્રથમ આયોજનને સૌથી મહત્વનું ગણાવ્યું હતું. આ પ્રકારના આયોજન થકી કોઈપણ વ્યક્તિને માનસિક કળાકુટમાંથી દૂર રાખી શકાય છે. સાથે સાથે કોઈપણ વ્યક્તિ જીવનની ઘટમાળમાંથી અલગ થઈને એકબીજા સાથે ઓતપ્રોત બનીને આવા આયોજનમાં પોતાની જાતને જોડીને એક નવા જીવનની શરૂઆત કરી શકે છે.
હેપ્પી સ્ટ્રીટમાં અલગ અલગ કાર્યક્રમ
આ પ્રકારનું આયોજન આ વખતે જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત થયું છે પરંતુ આવા જ આયોજન સમયાતરે જૂનાગઢમાં થવા જોઈએ જેથી બીમારીઓ ઉપર કાબુ મેળવી શકાય અને ખાસ આધુનિક સમયની સૌથી મોટી અને જટિલ બીમારી એટલે માનસિકતા તેમાંથી લોકોને સપડાતા અટકાવી શકાય અને જે લોકો માનસિક તાણમાં આજે જીવી રહ્યા છે, તેને તેમાંથી બહાર કાઢવા માટેનો એક સરળ અને હાથવગો રસ્તો એટલે હેપ્પી સ્ટ્રીક જેનું આયોજન દર વર્ષે અને અમુક મહિના બાદ ચોક્કસપણે થવું જોઈએ. તેવો પ્રતિભાવ હેપ્પી સ્ટ્રીટની મુલાકાતે આવેલા મુલાકાતીઓએ વ્યક્ત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.