શૈક્ષણિક ક્ષેત્ર જૂન 2025-26માં ધોરણ 1, 2માં ગુજરાતી અને ગુજરાતી દ્વિભાષાનું નવું પુસ્તક તથા ધોરણ 3 અને 6માં પર્યાવરણ અને વિજ્ઞાનના નવા પુસ્તકોની ભેટ મળશે.
નવી શિક્ષણનીતિને લઈને 20 જેટલા પુસ્તકો બદલાશે. કેટલાક પુસ્તકમાં અમુક પ્રકરણો બદલાયા તો કેટલાક વિષયમાં આખેઆખું નવું પુસ્તક આવશે. ધોરણ 1, 2માં ગુજરાતી અને ગુજરાતી દ્વિભાષાનું નવું પુસ્તક તથા ધોરણ 3 અને 6માં પર્યાવરણ અને વિજ્ઞાનના નવા પુસ્તકોની ભેટ મળશે.
ધોરણ 12માં અર્થશાસ્ત્રનું નવું પુસ્તક ઉમેરાશે
અત્રે જણાવીએ કે, ધોરણ 8માં તમામ માધ્યમમાં ગણિત, વિજ્ઞાનના દ્વિભાષી પુસ્તકો અપાશે જ્યારે ધોરણ 12માં અર્થશાસ્ત્રનું નવું પુસ્તક ઉમેરાશે.
પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામકએ શુ કહ્યું ?
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામક ડો.કમલેશ પરમારએ જણાવ્યું કે, શૈક્ષણિક ક્ષેત્ર જૂન 2025-26 માટે 20 જેટલા પાઠ્ય પુસ્તકોમાં બદલાવ અને ફેરફાર સાથે અમલમાં મૂકી રહ્યા છીએ. જેમાં ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનના ધોરણ 3 અને 6 એનસીઆરટી મુજબ બદલવાનો હોઈ તેમનો કોપી રાઈટ કરીને છાપકામ કરીએ છીએ. ધોરણ 6માં અગ્રેજીનો પુસ્તક બદલાવ સાથે આવશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.