Assam Rifles Recruitment 2024: આસામ રાઈફલ્સે સ્પોર્ટ્સ કોટા હેઠળ 10 પાસ ખેલાડીઓ માટે ભરતી બહાર પાડી છે. આ પદો માટે અજથી ઈચ્છુક લાભાર્થી અરજી કરી શકે છે. એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 27 ઓક્ટોબર 2024 નક્કી કરવામાં આવી છે.
મેટ્રિક પાસ મેધાવી ખેલાડીઓ માટે સરકારી નોકરી મેળવવાની શાનદાર તક છે. આસામ રાઈફલ્સે મેધાવી ખેલાડીઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેના માટે આજે 28 સપ્ટેમ્બરથી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
કેન્ડિડેટ્સ ઓફિશ્યલ વેબસાઈટ assamrifles.gov.in પર જઈને 27 ઓક્ટોબર સુધી એપ્લાય કરી શકે છે. આવો જાણીએ સિલેક્શન પ્રક્રિયા અને કઈ ઉંમરના લાભાર્થી તેના માટે એપ્લાય કરી શકે છે.
જાહેર નોટિફિકેશન અનુસાર આસામ રાઈફલ્સ મુખ્યાલય આઈજીએઆર કોહિમા અને આસામ રાઈફલ્સ ટ્રેનિંગ સેન્ટર અને સ્કૂલ સુખોઈ, દીમાપુરમાં રાઈફલ્સમેન અને રાઈફલવુમનના 38 પદો પર ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. નોટિફિકેશન અનુસાર નિર્ધારિત ડેટ સુધી કેન્ડિડેટ અરજી જમા કરી શકશે.
શૌક્ષણિક લાયકાત
આ પદ માટે અરજી કરનાર કેન્ડિડેટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી 10 પાસ કરેલું હોવું જોઈએ. સાતે જ કેન્ડિડેટની પાસે રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય/ આંતરવિશ્વવિધ્યાલય ટૂર્નામેન્ટ/ રાષ્ટ્રીય ખેલ / ખેલો ઈન્ડિયા યુવા ખેલ / શીયાળુ ખેલ / પેરા ખેલમાં રમવાનો અનુભવ હોવો જોઈએ. ત્યાં જ અરજીકરનારની ઉંમર 18 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વધુ યોગ્યતા સંબંધીત જાણકારી માટે જાહેર નોટિફિકેશન ચેક કરી શકાશે.
કેટલી છે અરજી કરવા માટે ફી?
જનરલ અને ઓબીસી કેટેગરીના લાભાર્થીઓને 100 રૂપિયા ફી જમા કરવાની રહેશે. ત્યાં જ એસસી, એસટી અને મહિલા લાભાર્થીઓને અરજી ફી ભરવાની રહેશે નહીં.
આ રીતે કરો એપ્લાય
ઓફિશ્યલ વેબસાઈટ assamrifles.gov.in પર જાઓ.
અહીં નોટિફિકેશન પર ક્લિક કરો.
હવે નોટિફિકેશનને વાંચો અને અરજી કરો.
ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને ફી જમા કરો.
કેવી રીતે થશે સિલેક્શન?
આ પદો પર કેન્ડિડેટનું સિલેક્શન ફિઝિકલ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન વગેરે પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. પુરૂષ લાભાર્થીઓની ઉંચાઈ 170 સેમી અને મહિલા કેન્ડિડેટ્સની 157 સેમી નક્કી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.