ઈન્ટરનેટ વગર પણ કરી શકાય છે UPI પેમેન્ટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ…

NPCI અનુસાર, ફીચર ફોન યુઝર્સ IVR નંબર દ્વારા UPI ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ માટે તમારે IVR નંબર (080-45163666, 08045163581 અને 6366200200) પર કૉલ કરવો પડશે અને તમારું UPI ID વેરિફાઇ કરાવવું પડશે. હવે તમારે કોલ પર આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કર્યા પછી તમારું પેમેન્ટ કરવું પડશે.

ઇન્ટરનેટ વગર આ રીતે કરી શકાય UPI પેમેન્ટ

પેમેન્ટ કરવા માટે, તમારે તમારા ફોનમાં *99# ડાયલ કરવું પડશે અને પછી 1 દબાવો.

આ પછી, તમે જે વ્યક્તિને પૈસા મોકલવા માંગો છો તેનો UPI ID/બેંક એકાઉન્ટ નંબર/ફોન નંબર એન્ટર કરો.

હવે તમે મોકલવા માંગો છો તે રકમ અને UPI પિન એન્ટર કરો.

આમ કરવાથી તમારું પેમેન્ટ થઈ જશે.

નોંધનીય છે કે *99# સેવાનો ઉપયોગ કરવા માટે, તમારી પાસેથી 0.50 રૂપિયા લેવામાં આવે છે અને આ સેવા સાથે તમે 5,000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કરી શકશો.

UPI લાઈટથી થાય છે ઇન્ટરનેટ વગર પેમેન્ટ

જણાવી દઈએ કે તમે UPI લાઇટ દ્વારા ઇન્ટરનેટ વિના પણ પેમેન્ટ કરી શકો છો. તમે PhonePe, GooglePay, Paytm અથવા BHIM જેવી કોઈપણ એપમાં UPI લાઇટ સેટ કરી શકો છો. UPI લાઇટ દ્વારા એક દિવસમાં વધુમાં વધુ 2,000 રૂપિયાનું પેમેન્ટ કરી શકાય છે. UPI Lite દ્વારા પેમેન્ટ કરવા માટે, તમારે Lite વૉલેટમાં પૈસા એડ કરવા પડશે. તે પછી તમે પેમેન્ટ કરી શકશો.

UPI શું છે

ડિજિટલ પેમેન્ટ માટે, UPI જેવી સુવિધા તમને ઘરે બેસીને સરળતાથી પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. આ માટે તમારે Paytm, PhonePe, BHIM, GooglePay વગેરે જેવી UPI સપોર્ટિંગ એપ્સની જરૂર પડશે. ખાસ વાત એ છે કે તમારી પાસે સ્કેનર, મોબાઈલ નંબર, UPI આઈડી જેવી એક જ માહિતી હોય તો પણ UPI તમને પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે.

*99# સેવાનો ઉપયોગ કરવા માટે, તમારી પાસેથી 0.50 રૂપિયા લેવામાં આવે છે અને આ સેવા સાથે તમે 5,000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કરી શકશો.

આજે UPI દેશની સૌથી મોટી પેમેન્ટ સિસ્ટમ બની ગઈ છે. મોટી દુકાનોથી લઈને શાકભાજી માર્કેટમાં પણ UPI પેમેન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. UPI પેમેન્ટનો ઉપયોગ હવે વિશ્વના ઘણા દેશોમાં થઈ રહ્યો છે. UPIની સારી વાત એ છે કે તમારે છુટ્ટા પૈસા લઈને ફરવાની જરૂર નથી પડતી. UPI દ્વારા 1 થી 1 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાય છે, જો કે તેના માટે ઇન્ટરનેટની જરૂર હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તમે ઇન્ટરનેટ વિના પણ UPI પેમેન્ટ કરી શકો છો. બટનવાળા ફોન/ફીચર ફોનથી પણ UPI પેમેન્ટ કરી શકાય છે. ચાલો જાણીએ કે આ કેવી રીતે કરી શકાય.

  1. ઇન્ટરનેટ કનેક્શન વિના UPI પેમેન્ટ કરતા પહેલા, તમારે તમારું એકાઉન્ટ સેટ કરવું પડશે. આ માટે તમારે તમારા ફોનમાં *99# ડાયલ કરવાનું રહેશે. આ પછી, તમારે ભાષા પસંદ કરવી પડશે અને તમારી બેંક સંબંધિત માહિતી જેમ કે નામ અને IFSC કોડના પ્રથમ ચાર અક્ષરો આપવા પડશે. આ પછી તમને તમારી બેંકમાં લિસ્ટેડ નંબર પર બેંકોનું લિસ્ટ જોવા મળશે. આ લિસ્ટમાંથી પેમેન્ટ બેંક પસંદ કરો અને તમારા ડેબિટ કાર્ડના છેલ્લા છ અંકો અને એક્સપાયરી ડેટ એન્ટર કરો. આ પછી UPI પેમેન્ટ પ્રક્રિયા ઇન્ટરનેટ કનેક્શન વિના કમ્પ્લિટ થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.