Natural farming: આજના ખેડૂતો ખાસ કરીને યુવા વર્ગ પણ હવે ખેતી તરફ વળ્યો છે અને પ્રાકૃતિક ખેતી થકી સારી એવી કમાણી પણ કરે છે. કેટલાક યુવકો નોકરી છોડીને તો કેટલાક લોકો અન્ય વ્યવસાય છોડી પ્રાકૃતિક ખેતી, બાગાયત ખેતી તરફ વળ્યા છે.ત્યારે નારિયેળની ખેતી ખૂબ નફાકારક છે. નારિયેળ એક એવું ફળ છે જેનો ઉપયોગ ધાર્મિક કાર્યોથી લઈને રોગો સુધી દરેક જગ્યાએ થાય છે. તેની ખેતી (Natural farming) ઘણા વર્ષો સુધી ઓછી મહેનતે અને ઓછા ખર્ચે કમાણી કરી શકાય છે. નારિયેળના વૃક્ષો 80 વર્ષ સુધી લીલા રહે છે. આવી સ્થિતિમાં ખેડૂતો એકવાર નારિયેળનું ઝાડ વાવે તો તે લાંબા સમય સુધી કમાણી કરતા રહેશે.
શિક્ષકની નોકરી છોડીને ખેતીમાં જોડાયા
અહીંયા વાત થઇ રહી છે,ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેવળીયા ગામે રહેતા યાદવ બળવંતભાઈ ખીમાભાઈની કે જેઓ એક પ્રાઇવેટ શાળામાં શિક્ષક હતા.જો કે તે થોડા વર્ષ અગાઉ પોતાની નોકરી છોડીને ખેતી તરફ વળ્યાં છે.તેમને પોતાના ખેતરમાં નારિયેળીનું મુખ્ય વાવેતર કર્યું છે.તેમને જણાવ્યું હતું કે,નારિયેળના ફળનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. કાચા નાળિયેરનો ઉપયોગ નારિયેળના પાણી તરીકે થાય છે. અને કાચા નારિયેળની મલાઈ પણ ખાવામાં આવે છે. જ્યારે નારિયેળનું ફળ પાકે છે, ત્યારે તેમાંથી તેલ કાઢવામાં આવે છે.એટલે આ ખેતી ફાયદાનો સોદો સાબિત થાય છે.
ઓછા ખર્ચે વર્ષો સુધી લાખોની કમાણી
નારિયેળ ઉત્તરથી દક્ષિણ સુધી સમગ્ર ભારતમાં વેચાય છે. નારિયેળ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં નંબર વન છે. ભરતના 21 રાજ્યોમાં નારિયેળની ખેતી થાય છે. નારિયેળની ખેતી પણ ઓછી મહેનત લે છે. તેની કિંમત વધારે નથી અને ઓછા ખર્ચે વર્ષો સુધી લાખો કમાઈ શકે છે. નારિયેળના બગીચાને એવી રીતે વાવો કે જેથી આખું વર્ષ બગીચો ફળ આપે. આ માટે તમારે અલગ-અલગ સિઝનમાં ઉગતા છોડ પસંદ કરવા પડશે.
બારે માસ ફળ મળે છે
નારિયેળીમાં ફળ બેઠા પછી બાર માસે પાકાં ફળ તૈયાર થાય છે. જ્યારે ફળ બીજ તરીકે વાપરવાનું હોય ત્યારે તેને વૃક્ષ ઉપર પૂરા બાર માસ પાકવા દેવું જરૂરી છે. આવા તંદુરસ્ત તથા એકસરખાં બીજને ઉતાર્યા બાદ 1થી 2 માસ પછી વાવેતરના ઉપયોગમાં લેવામાં આવે છે. ક્યારીમાં નારિયેળીના ફળને નજીક નજીક ઉભા તથા આડાં એમ બે રીતે વાવી શકાય છે. બીજને વાવતી વખતે ઉપરનું મોઢું સાધારણ ખુલ્લું રાખવું પડે છે. ક્યારીમાં સમયસર પાણી આપવામાં આવે છે તથા નિંદામણ કરવામાં આવે છે.
આ પાક પણ લાભદાયી
નારિયેળીના પાક સાથે આંતર પાક તરીકે જુવાર, મગફળી, બાજરી, ઘઉં, રજકો, શાકભાજી વગેરે પાકો લેવામાં આવે છે. નારિયેળી સાથે કેળનું વાવેતર ઘણું લાભદાયક નીવડે છે જ્યારે કાયમી પાક તરીકે ચીકુનો પાક ઘણો અનુકૂળ આવે તેમ છે. છાયાવાળા ભાગ નીચે આદું, હળદર, અળવી, સૂરણ જેવા પાક પણ સારી રીતે લઈ શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.