થોડા દિવસો પહેલા પ્લાસ્ટિકની કોથળી અને અન્ય પેકિંગના ઉપયોગ કરવા મામલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામામાં પ્લાસ્ટિકની કોથળીના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જેના કારણે આગામી તહેવારોના સમયમાં જ પ્લાસ્ટિકની કોથળી કે અન્ય વસ્તુનો ઉપયોગ અમદાવાદની જનતા નહીં કરી શકે.
પ્લાસ્ટિક મુક્ત દિવાળીની ઉજવણી કરવા માટે 13 સપ્ટેમ્બરથી 27 ઓકટોબર સુધી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે પ્લાસ્ટિકની બેગ, કટલરી, પાણીની બોટલ, કન્ટેનર, રેપર જેવા તમામ એક વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક ઉપયોગ કરી શકાશે નહીં. પાણીની બોટલ પર પ્રતિબંધ છે પરંતુ તમારી પાસેથી પ્લાસ્ટિકની પાણીની બોટલ હશે, તો તમે તમારા મોબાઈલનું રીચાર્જ કરાવી શકશો.
આ કહેવાનું કારણ એ છે કે, અમદાવાદ મહાનગરપાલિકા પછી રેલવે દ્વારા પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલા માટે રેલવે વિભાગ દ્વારા એ-વન અને એ કેટેગરીનાં રેલવે સ્ટેશનનો અથવા તો જે સ્ટેશનો પર મુસાફરોની વધારે અવાર જવર હોય તેવા સ્ટેશનો પર પ્લાસ્ટિકની પાણીની બોટલોના નિકાલ માટે ક્રશિંગ મશીન મૂકવામાં આવ્યા છે. આ ક્રશિંગ મશીનમાં મુસાફર પ્લાસ્ટિકની બોટલ નાંખ્યા પછી તેમનો મોબાઈલ નંબર એડ કરશે, તો મુસાફરના મોબાઈલમાં રીચાર્જ થશે.
ક્રશિંગ મશીનમા કેટલી બોટલો નાંખવાથી કેટલું રીચાર્જ થાય તે દર હજુ નક્કી કરવામાં આવ્યો નથી. પ્રાયોગિક ધોરણે અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના મુખ્ય ગેટ પર આ મશીન મૂકવામાં આવ્યું છે. પ્લાસ્ટિક રીસાયકલના હેતુથી મુકવામાં કર્સિંગ મશીનનો પ્રયોગ સફળ નીવડશે તો આવનારા દિવસો અન્ય પ્લેટફોર્મ પર પ્લાસ્ટિક ક્રશિંગ મશીન મુકવામાં આવશે. આ મશીનમાં એક વાર પ્લાસ્ટિકની બોટલ નાંખ્યા પછી બોટલના નાના નાના ટુકડા થઈ જાય અને આ ટુકડાઓને ફરીથી અન્ય કોઈ વસ્તુ બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. જેનાથી પ્લાસ્ટીક નો વઘુ પડતો જે ઉપયોગ થઇ રહ્યો છે તેના પર નિયત્રણ મેળવી શકાશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.