કોણ છે આ બોલીવુડ ટોપ અભિનેત્રી
બોલીવુડમાં એવી અનેક અભિનેત્રીઓ છે જે કરોડોમાં કમાય છે અને ખાસી એવી નેટવર્થ હોય છે. લક્ઝરી લાઈફને લઈને લાઈમલાઈટમાં પણ રહે છે. પરંતુ આમ છતાં આ એક એવી અભિનેત્રી છે જે ફિલ્મો દ્વારા કરોડો કમાય છે અને કરોડોની માલિકન છે પરંતુ આમ છતાં ભાડાના ઘરમાં રહે છે અને સાદગીભરી લાઈફ જીવે છે.
દાયકાઓથી બોલીવુડ પર રાજ
1995માં ટીવી ઈન્ડસ્ટ્રીથી કરિયર શરૂ કરીને આગળ જઈ બોલીવુડમાં આધિપત્ય જમાવનારી ખુબસુરત અને ટેલેન્ટેડ અભિનેત્રી વિદ્યા બાલન વિશે વાત કરીશું. સૌથી પહેલા ટીવી પર હમ પાંચ સિરીયલમાં જોવા મળી હતી અને પછી 2003માં બંગાળી ફિલ્મ ભાલો થેકો થી ડેબ્યુ કર્યુ હતું. બોલીવુડમાં પહેલી ફિલ્મ 2005માં પરિણીતા કરી હતી. આટલા વર્ષની કરિયરમાં વિદ્યાએ અત્યાર સુધીમાં 40થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. કેટલીક હિટ તો કેટલીક સુપરહિટ ફિલ્મ રહી.
કરોડોની માલકિન પરંતુ ભાડાના ઘરમાં રહે છે
વિદ્યા બાલનની ફેન ફોલોઈંગ પણ ખુબ છે. વિદ્યાએ પોતાના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે આજે પણ મુંબઈમાં ભાડાના ઘરમાં રહે છે. જો કે પોતે એક ફિલ્મથી કરોડો કમાય છે. તેના પતિ એક મોટા ફિલ્મ મેકર છે. જે અનેક હિટ ફિલ્મો બનાવી ચૂક્યા છે. કરોડોની નેટવર્થ છે પરંતુ આમ છતાં ભાડાના ઘરમાં કેમ રહે છે તો તેના જવાબમાં કહ્યું કે સપનાનું ઘર ખરીદવું એ ભાગ્ય પર નિર્ભર કરે છે. આ સાથે જ તેણે એ પણ જણાવ્યું કે કેમ ભાડાના ઘરમાં રહે છે.
ભાડાના ઘરમાં રહેવું કેમ પસંદ?
વિદ્યા બાલને જણાવ્યું કે લગભગ 15 વર્ષ પહેલા તે માતા સાથે એક ઘર શોધતી હતી. ચેમ્બુરથી લાંબી મુસાફરીથી બચવા માટે બાન્દ્રા કે જુહુમાં કામ નજીક ઘર ઈચ્છતી હતી. આ દરમિયાન એક યોગ્ય ઘર મળ્યું પરંતુ તે બજેટ બહાર હતું. તેની માતાએ ઈએમઆઈ મેનેજ કરવાની સલાહ આપી. વિદ્યાએ પછી તે ઘર ખરીદી લીધુ. તેણે કહ્યું કે જ્યારે મે ઘરમાં એન્ટ્રી કરી તો મને લાગ્યું કે જાણે આ મારું જ ઘર છે. વિદ્યાએ કહ્યું કે જ્યારે તેની મુલાકાત અને લગ્ન ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર સાથે થઈ તો ત્યારે પણ તે નવા ઘરની શોધમાં હતી
પતિ સાથે ભાડાના ઘરમાં રહે છે
વિદ્યાએ જણાવ્યું કે તેણે લગભગ 25 ઘર જોયા પરંતુ કોઈ પણ ઘર પર બંનેની સહમતિ બની શકી નહીં. આખરે એક ઘર એવું મળ્યું કે જે બંનેને પસંદ પડ્યું. પરંતુ તે ભાડા પર હતું. વિદ્યા બાલને જણાવ્યું કે તે શરૂઆતમાં તે ઘર ખરીદવા માટે તૈયાર નહતી અે ભાડાના ઘરમાં રહેવું પણ તેને પસંદ નહતું. તેણે હંમેશા કહ્યું હતું કે તે ભાડા પર રહી શકે નહીં. ત્યારબાદ બંનેએ અનેક ઘર જોયા પરંતુ કોઈ પણ પસંદ પડ્યું નહીં. આખરે તેઓ પાછા એ જ પ્રોપર્ટીમાં આવ્યા અને નિર્ણય લીધો કે તેઓ અહીં ભાડા પર જ રહેશે.
136 કરોડ નેટવર્થ
વિદ્યા બાલન બોલીવુડની જાણીતી અભિનેત્રી છે અને પતિ પણ મોટા પ્રોડ્યુસર છે. એક ફિલ્મના 8થી 14 કરોડ રૂપિયા સુધીની ફી લે છે. આ ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ એક કરોડથી વધુ કમાય છે. ફાઈનાન્શિયલ એક્સપ્રેસ મુજબ તેની ટોટલ નેટવર્થ લગભગ 136 કરોડ રૂપિયા છે. આમ છતાં ભાડાના ઘરમાં રહેવું પસંદ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો જલદી કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી સાથે ભૂલ ભૂલૈયા 3 ફિલ્મમાં જોવા મળશે. જે દિવાળી પર રિલીઝ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.