Madhya Pradesh Accident: મધ્ય પ્રદેશના મૈહર જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમની મૈહર અને અમરપાટનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાની (Madhya Pradesh Accident) જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ હતી.
હચમચાવી નાખતો અકસ્માત
મધ્યપ્રદેશના મહેર જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી. આ એક્સિડેન્ટમાં 9 લોકોના મોત થયા છે અને 20 મુસાફરો ઘાયલ થયા છે. આ એક્સિડેન્ટ શનિવાર રાત્રે 11 વાગે નાદન દેહાત થાના ક્ષેત્રના નેશનલ હાઇવે નંબર 30 પર થયો હતો.
એવું કહેવાય છે કે, આભા ટ્રાવેલ્સની સ્લિપર કોચ બસ પ્રયાગરાજથી રીવા થઇ નાગપુર થઇ રહી હતી. બસ ઓવર સ્પીડમાં હતી. આ દરમિયાન ચોરસિયા ઢાબા નજીક રોડની સાઇડમાં ઉભેલા ડંપર ટ્રક સાથે અથડાઇ ગઇ. હાલ આ એક્સિડેન્ટમાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
9 લોકોના કમકમાટીભર્યા મોત
અહેવાલો અનુસાર, આ ઘટના શનિવારે (28મી સપ્ટેમ્બર) રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ બની હતી. એક બસ પ્રયાગરાજથી નાગપુર જઈ રહી હતી. આ દરમિયાન પથ્થરોથી ભરેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 9 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા હતા અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી
મૈહરના પોલીસ અધિક્ષક સુધીર અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘અકસ્માત બાદ ઈજાગ્રસ્ત થયેલા 6 લોકોની હાલત ગંભીર છે અને તેમને સતના રિફર કરવામાં આવ્યા છે.બાકીના ઈજાગ્રસ્તની મૈહર અને અમરપાટનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.’ અકસ્માતની માહિતી મળતાની સાથે જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.