અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન બાદ અમિતાભ બચ્ચને કહ્યું હતું કે “પરિવાર ઐશ્વર્યાના માંગલિક હોવા અને લગ્ન પહેલા ઝાડ સાથે લગ્ન કરાવવાના સમાચારોથી પરેશાન હતો. દરરોજ કઈને કઈક ભવિષ્યવાણી થતી રહે છે કે શું થશે, તેમનું ભવિષ્ય શું હશે”.
ઐશ્વર્યા રાયના અભિષેક બચ્ચન સાથે વર્ષ 2007માં લગ્ન થયા હતા. પરંતુ આ કપલના લગ્ન વખતે અભિનેત્રી વિશે એવી ગણી અફવાઓ ઉડી હતી કે તે માંગલિક છે અને તેના ઝાડ સાથે લગ્ન થયા છે. જેના વિશે અમિતાભ બચ્ચને પછી સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
રિપોર્ટ્સનું માનીએ તો એવું તે વખતે કહેવાતું હતું કે અભિષેક બચ્ચન સાથે લગ્ન પહેલા ઐશ્વર્યાના લગ્ન ઝાડ સાથે થયા હતા. કારણ કે તે માંગલિક હતી. ત્યારબાદ તે અભિષેક સાથે લગ્ન કરી શકે તેમ હતી. જેને લઈને ખુબ ગોસીપ થઈ અને પછી અમિતાભ બચ્ચને પોતે આવી વાતોને પાયાવિહોણી ગણાવીને ફગાવી હતી.
અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન બાદ અમિતાભ બચ્ચને મિડ ડે સાથે વાતચીતમાં કહ્યું હતું કે “પરિવાર ઐશ્વર્યાના માંગલિક હોવા અને લગ્ન પહેલા ઝાડ સાથે લગ્ન કરાવવાના સમાચારોથી પરેશાન હતો. દરરોજ કઈને કઈક ભવિષ્યવાણી થતી રહે છે કે શું થશે, તેમનું ભવિષ્ય શું હશે, તે જે ઘરમાં જશે તેના સસરા મરી જશે. ઐશ્વર્યા અમારા માટે કમનસીબ નથી. જે પણ થવાનું હશે તે થશે.”
અમિતાભે વધુમાં કહ્યું હતું કે “કોઈએ પણ એ વિચાર્યું નહીં હોય કે ઐશ્વર્યા અને તેના પરિવારને શું મહેસૂસ થતું હશે. મીડિયા માટે અટકળો લગાવવી ખુબ સરળ છે પરંતુ શું કોઈએ વિચાર્યું કે તે અને તેનો પરિવાર શું ઝેલી રહ્યા છે? સૌથી ખરાબ એ છે કે અટકળો અટકતી નથી. શું તેમને કોઈ આઈડિયા છે કે તે અને અભિષેક ખરેખર શું મહેસૂસ કરે છે? લગ્ન શું છે, એ તો બે વ્યક્તિ વચ્ચેનો વિશ્વાસ છે. તે બે માનસિકતાઓનું મિલન છે. આ મારી પત્ની છે અને તે જીવનભર મારી પત્ની રહેશે. બસ આ જ.”
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે ડિવોર્સની અફવાઓ ઉડી રહી છે. ઐશ્વર્યા કા તો એકલી નહીં તો પુત્રી આરાધ્યા સાથે જોવા મળે છે. જેના કારણે ડિવોર્સની અફવાઓને પણ બળ મળી રહ્યું છે. જો કે હજુ સુધી ઐશ્વર્યા કે અભિષેક બંનેમાંથી કોઈએ આ અટકળો પર કોઈ ટિપ્પણી કરી નથી કે બચ્ચન પરિવારે પણ આ મામલે ચૂપ્પી સાંધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.