અમદાવાદઃ શહેરના પાંજરાપોળ પાસે ગુરૂવારે સવારે BRTSએ અડફેટે લેતા બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરાપ્રત્યાઘાત પડ્યા છે અને BRTS પ્રત્યે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદની બીઆરટીએસ બસ સેવા હાલ મોતનો કૂવો અને ખોટનો ખાડો બની ગઈ છે. BRTS કોરિડોર આવ્યા બાદ અકસ્માતમાં 75 ટકાનો વધારો થયો છે અને બે વર્ષમાં BRTSની અડફેટે કુલ 21ના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં BRTSની ખોટ રૂ.250 કરોડ સુધી પહોંચી ગઈ છે.
શરૂ થતા સમયે 4.50 કરોડની ખોટ, માત્ર બે ટકા નાગરિકોને લાભ
આ પ્રોજેક્ટ યુપીએ સરકારની ગ્રાન્ટ મદદથી વર્ષ 2009માં શરૂ કરવામાં આવ્યો હતો. એક દાયકા બાદ જનમાર્ગનો લાભ કુલ વસતિના માત્ર બે ટકા નાગરીકો લઈ રહ્યા છે. પરંતુ જ્યારથી આ સેવા શરૂ થઈ ત્યારથી ખોટના ખાડામાં ઉતરી ગઈ છે. વર્ષ 2009-10માં 4.50 કરોડની ખોટથી શરૂ થયેલો આ પ્રવાસવર્ષ 2018-19 દરમ્યાન કુલ ખોટ રૂ.250 કરોડની ખોટ સુધી પહોંચ્યો છે. જનમાર્ગ પ્રોજેકટ શરૂ કરતા પહેલા તત્કાલિન હોદેદારો અને અધિકારીઓ દ્વારા પાંચથી સાત વખત વિદેશયાત્રા કરવામાં આવી હતી. પરંતુ આ સ્ટડીટુર મોજશોખના પ્રયાસ સાબિત થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.