Tripti Dimri: અભિનેત્રી તૃપ્તિ ડીમરીની મુસીબતો સતત વધી રહી છે. એક તરફ સોશિયલ મીડિયા પર તેને તેના ડાન્સ મૂવ્સ માટે ટ્રોલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ તેના પર લાખો રુપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આ મામલે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
Tripti Dimri: અભિનેત્રી તૃપ્તિ ડીમરી હાલ તેને આગામી ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વિડિયો માટે ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને તેની મુશ્કેલી પણ વધી છે. આ ફિલ્મનું એક ગીત તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ગીતમાં તૃપ્તિ ડીમરીએ એવો ડાન્સ કર્યો કે તે ટ્રોલ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી રહી છે. તેવામાં વધુ એક મુસીબત તૃપ્તિ ડીમરી માટે ઊભી થઈ છે.
અભિનેત્રી પર લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ લાગ્યો છે. અભિનેત્રી પર જયપુરની એક ઇવેન્ટ માટે પૈસા લઈને ઇવેન્ટ અટેન્ડ ન કરવાનો આરોપ લાગ્યો છે. આ વાતથી લોકો એટલા ભડકેલા છે કે તેની આગામી ફિલ્મને બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે.
આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર જયપુરમાં એક ઇવેન્ટનું આયોજન થયું હતું જેના માટે તૃપ્તિએ સાડા પાંચ લાખ રૂપિયાની ફી લીધી હતી. અભિનેત્રીને સોમવારે સાંજે જયપુરના કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. પરંતુ કોઈ કારણોસર અભિનેત્રી કાર્યક્રમમાં પહોંચી નહીં. જેના કારણે લોકો ભડકી ગયા અને એક્ટ્રેસની મુસીબત વધી ગઈ. ઇવેન્ટ સાથે જોડાયેલા લોકોનું કેવું છે કે તેઓ તેની આગામી ફિલ્મનો બહિષ્કાર કરશે.
ઇવેન્ટ માટે અભિનેત્રીએ સાડા પાંચ લાખ રૂપિયા લઈ લીધા હતા.. પૈસા લીધા પછી પણ અભિનેત્રી ઇવેન્ટમાં પહોંચી નહીં તે વાતને લઈને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચર્ચા છે. સાથે જ જયપુરમાં તેમની ફિલ્મનો બહિષ્કાર કરવાની વાત પણ ચાલી રહી છે. જોકે આ મામલે અભિનેત્રી તરફથી હજુ સુધી કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.