Punjab Women Viral Video Latest News : મહિલા પોતાના બાળકો સાથે ઘરમાં એકલી હતી અને તકનો લાભ ઉઠાવવા ત્રણ શખ્સો ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો, મહિલાએ પોતાને અને બાળકોને બચાવવા જુઓ શું કર્યું ?
Punjab Women Viral Video : આમ તો નારીને અબલા કહેવાય છે પણ જો પોતાના પરિવાર પર વાત આવે તો એ જ અબલા રણચંડી બની જાય છે. આવી જ ઘટના પંજાબમાં ઘટી છે. વાસ્તવમાં અમૃતસરમાં મહિલાની બહાદુરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જઈ શકાય છે કે, મહિલા પોતાના બાળકો સાથે ઘરમાં એકલી હોય છે અને તકનો લાભ ઉઠાવવા ત્રણ શખ્સો ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ મહિલાએ પણ હિંમત ના હારી. અને આ ત્રણેય શખ્સોનો પ્રતિકાર કરવા લાગે છે.
અમૃતસરમાં મહિલાની બહાદુરીના વીડિયોમાં ત્રણેય શખ્સો બળપૂર્વક દરવાજો ખોલવા કોશિશ કરે છે. આ દરમિયાન મહિલા પૂરી તાકાત સાથે દરવાજે અડગ રહે છે અને શખ્સોને દરવાજો ખોલવા નથી દેતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘરમાં બે બાળકો પણ છે. જેની સુરક્ષાની જવાબદારી મહિલાની છે. મહિલામાં જાણે કોઈ દેવીય શક્તિ આવી ગઈ હોય તેમ મહિલા ભારેભરખમ સોફો હટાવીને દરવાજાના આડો રાખે છે. આ દરમિયાન ઘરે ત્રાટકેલા શખ્સો અંતે હાર માનીને દરવાજેથી જ ઉભી પૂંછડીએ ભાગે છે.
શું છે સમગ્ર મામલો ?
અમૃતસરમાં રહેતી મનપ્રીતે જણાવ્યું કે, તે કપડાં સૂકવવા માટે ટેરેસ પર ગઈ હતી. ઉપર તેણે જોયું કે, ત્રણ યુવકો તેના ઘરની બહાર મોઢા પર કપડા બાંધીને ઉભા હતા. તેણીને તેના પર શંકા ગઈ અને તે નીચે આવતા જ ત્રણેય યુવકો દિવાલ કૂદીને ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરવા લાગ્યા. મહિલાએ જરા પણ વિલંબ કર્યા વગર તરત જ દરવાજો બંધ કરી દીધો. આ પછી પણ તેઓએ દરવાજો અંદરની તરફ ધકેલી દીધો પરંતુ તેણી દરવાજાની સામે ઊભી રહી અને તેમને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો. આ તરફ મહિલા સતત ચીસો પાડતી રહી અને ખૂબ જ બહાદુરીથી તેણે ચોરોને ઘરમાં પ્રવેશતા અટકાવ્યા. વધુ પડતા અવાજને કારણે ત્રણેય ચોર ડરી ગયા અને ભાગી ગયા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે, હાલ બદમાશો ફરાર છે પરંતુ આરોપીની શોધ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.