Kutch Accident: કચ્છમાં આવેલા માતાના મઢ ખાતે દર્શન માટે જઈ રહેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો હતો. સામખીયાળી ભચાઉ હાઈવે પર શ્રદ્ધાળુઓથી ભરેલા ટ્રેક્ટરને ટ્રકે અડફેટે લીધા હતા. ત્યારે ટ્રકે શ્રદ્ધાળુઓને અડફેટે લેતા 6 લોકોના ઘટના સ્થળે જ મોત (Kutch Accident) થયા હતા. જો કે બીજા ઘાયલ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
6 લોકોના થયા મોત
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કટારિયા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં બેઠેલા 6 લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં 10 થી 12 લોકોને નાની-મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અને 108 એમ્બુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને લાકડીયા સામૂહિક કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
એક સાથે 6ના મોત થતા પરિવાર શોકમાં ગરકાવ
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ખાખરેચી ગામના કોળી સમાજનો પરીવાર માતાના મઢ આશાપુરા માતાજીના દર્શને ગયો હતો. ત્યાંથી પરત ફરતા આ સમયે શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. અકસ્માતના પગલે હાઇવે પર મરણચીસો ગૂંજી હતી. એક સાથે 6 સભ્યોના મોત નિપજતાં શોક માહોલ છવાઇ ગયો છે.
હાઇવે પર મોતની ચિચિયારીઓ ગુંજી
આ અકસ્માતમાં 6ના મૃત્યુ થયા હતા જ્યારે 7 જેટલા લોકોને હળવાથી ભારે પ્રકારની ઇજા પહોંચી હતી, ઘાયલોને સામખીયાળીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. યાત્રિકોમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ હતા. અકસ્માતના પગલે હાઇવે માર્ગ પીડા અને ભયથી કંણસતા લોકોની બુમાબૂમથી ગાજી ઉઠતા કરુણ વાતાવરણ સર્જાયું હતું. બનાવ અંગે સામખીયાળી અને લાકડીયા બન્ને પોલીસ પ્રાથમિક તપાસમાં પરોવાઈ છે.તેમજ આ ઘટનામાં 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.