Nadiyad Accident: નડિયાદના પીપલગ ચોકડી પાસે બુધવારે બપોરે ઓવર સ્પીડના કારણે કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. જેમાં કાર ચાલક યુવકનું મોત નિપજયુ હતુ. ત્યારે બાજુમાં બેઠેલા યુવકને ઇજા થઈ હતી. ત્યારે બીજા બનાવમાં ફાંટા તળાવ રોડ પર અજાણ્યા વાહનની (Nadiyad Accident) ટક્કરે મહિલાનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ પોલીસને થતા નડિયાદ પશ્ચિમ પોલીસ અને મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પહેલા બનાવમાં આ રીતે સર્જાયો અકસ્માત
અમદાવાદના બાપુનગરમાં રહેતા નિકુંજ પટેલ પરિવાર સાથે રહી મોર્ગેજ એજન્ટ તરીકે કામ કરે છે. આ ઘટનામાં યુવક અને તેનો મિત્ર અમદાવાદથી કાર લઇ ખાત્રજ ચોકડી આવ્યા હતા.જે બાદ યુવક અને ધર્મેશ આણંદ જવા નીકળ્યા હતા. ત્યારે કાર ધર્મેશ નામનો યુવક ચલાવતો હતો. આ દરમિયાન નડિયાદના પીપલગ ચોકડી પાસેથી કાર પસાર થઇ રહી હતી.
તે સમયે કારની સ્પીડ વધુ હોવાના કારણે ધર્મેશે કારના સ્ટિયરિંગ ઉપર નો કાબુ ગુમાવતા કાર લોખંડની ગ્રીલ સાથે અથડાતા કારનો દરવાજો ખુલી જતા ધર્મેશભાઇ અને નિકુંજ બન્ને કારની બહાર ફંગોળાયા હતા. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા ધર્મેશભાઈ પટેલનુ બનાવ સ્થળે મોત નિપજયુ હતુ. ત્યારે નિકુંજને શરીરે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
બીજા બનાવમાં મહિલાનું થયું મોત
બીજા બનાવમાં મહેમદાવાદ શહેર ના ફાટા તળાવ પાસે રહેતા રેખાબેન સંજયભાઈ પાંડુરંગ ઉં.45 પરિવાર સાથે રહેતા હતા. તા. 30 સપ્ટેમ્બરે બપોરે એક વાગ્યાના અરસામાં રેખાબેન શહેરના ફાટા તળાવ પાસેના રોડની કિનારી પાસે ઉભા હતા. આ દરમિયાન એક કારના ચાલકે રેખાબેનને અડફેટ મારી અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા મહિલાને પેટમાં અને કમરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખેડાની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.
જે બાદ વધુ સારવાર અર્થે નડિયાદ રીફર કરતાં મહેમદાવાદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યા સારવાર દરમિયાન રેખાબેનનું મોત નિપજયુ હતું. આ બનાવ અંગે અજય દિપકભાઇ શિંદેએ મહેમદાવાદ પોલીસ મથકે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.