- સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં રિંગરોડ પર આવેલ ટેક્ષટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. સુરતના મિલેનયમ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા 6 થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવાની કામગીરી હાથ ધરી છે.
- પ્રાપ્ત માહિતી મુજબ સુરતમાં રિંગરોડ ખાતે આવેલ મિલેનિયમ ટેક્ષટાઇલ્સ માર્કેટ-2માં શોર્ટ સર્કિટ લીધે ભીષણ આગ લાગી. શોર્ટ સર્કિટને લીધે વાયરિંગમાં આગ લાગતા ત્યાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતા 6 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુજવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
- જોકે અંતે ભારે જેહમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. અચાનક આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ જોવાની હાલ માહિતી મળી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.