ભૂતપૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું લાંબા સમયની માંદગી બાદ આજરોજ દુખદ અવસાન થયું હતું. વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર એવા 74 વર્ષિય શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચુક્યા છે.
ગાંધીનગર દક્ષિણના ભૂતપૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે શનિવારે સવારે નિધન થયું હતું. 74 વર્ષનાં શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા. જેને પગલે તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. શંભુજી ઠાકોરની અંતિમયાત્રા તેમના નિવાસ્થાનથી સેક્ટર 30ના અંતિમધામ સુધી નીકળશે. શંભુજી ઠાકોર વર્ષ 2012 અને 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં પૂર્વ ડેપ્યૂટી સ્પીકર પણ રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે શંભુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીનાં (BJP) વરિષ્ઠ નેતાઓ પૈકીના એક હતા. વર્ષ 2012 અને 2017માં તેઓ ગાંધીનગર (Gandhinagar) દક્ષિણ, ગુજરાતમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
જો કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને આરામ આપ્યો હતો અને તેમની જગ્યાએ અલ્પેશ ઠાકોરને જવાબદારી સોંપી હતી. શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.