પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર યુવતી મૂળ સુરતની…

Pune gangrape : પુણેમાં મિત્રને વૃક્ષ સાથે બાંધી યુવતી પર 3 નરાધમો દ્વારા ગેંગરેપ… યુવક યુવતી બંને બોપદેવ ઘાટ પર બેઠાં હતાં ત્યારે માનવ હક્ક કાર્યકરના સ્વાંગમાં ત્રણ લોકો ત્રાટક્યા… યુવકની મારપીટ પણ કરી

Pune Rape Case : શિક્ષણના ધામ તરીકે ઓળખાતા પૂણે શહેરમાં મૂળ સુરતની ગુજરાતી યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે. યુવાન અને યુવતી ઘાટ પર ફરતા હતા ત્યારે માનવાધિકાર સંગઠનના કાર્યકર્તા હોવાનો દાવો કરી ત્રિપુટીએ બંનેને ધમકાવી યુવકની મારપીટ કર્યા બાદ ઝાડ સાથે બાંધીને યુવતી પર ગેંગ રેપ કર્યો હતો. યુવતીને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી આરોપીઓને પકડવા પોલીસની 10 ટીમ બનાવવામાં આવી છે. પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે, જ્યારે બાકીના આરોપીના સ્કેચ બનાવવામાં આવ્યા છે. જેના આધારે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસે ત્રણ મોબાઇલ ફોન નંબર આપ્યા છે. અને નાગરિકોને અપીલ કરી છે કે જો કેસ વિશે કોઇ માહિતી મળે તો તેમનો સંપર્ક કરે. ભોગ બનનાર યુવતી સુરતની જ્યારે યુવાન જલગાંવનો હોવાની માહિતી મળી છે.

  • પુણેમાં ગુજરાતી યુવતી પર થયો ગેંગરેપ
  • ગુજરાતી યુવતી મૂળ સુરતની વતની
  • મિત્ર સાથે ફરવા ગયેલી યુવતી પર સામુહિક દુષ્કર્મ
  • પુણેના બોપદેવ ઘાટ વિસ્તારમાં બની ઘટના
  • ત્રણ લોકોએ યુવતીના મિત્રને બાંધી યુવતી પર દુષ્કર્મ આચર્યું

મૂળ સુરતની અને પૂણેમાં રહેતી ગુજરાતની 21 વર્ષની ઈવેન્ટ મેનેજમેન્ટની વિદ્યાર્થિની પર ત્રણ શખ્સોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના ગુરુવારે બની હતી. તે પૂણેમાં એક પુરુષ મિત્ર સાથે બહાર ગઈ હતી. પૂણેના ફેમસ બોપદેવ ઘાટ ખાતે ‘ટેબલ પોઈન્ટ’ પાસે બંને બેસ્યા હતા, જે પોલીસ હેલ્પ સેન્ટરથી માંડ થોડાક મીટર દૂર હતો. ત્રણ નરાધમોએ તેના મિત્ર પર હુમલો કર્યો, જે ફાઇનલ યર ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો વિદ્યાર્થી હતો. નરાધમોએ તીક્ષ્ણ હથિયાર બતાવીને તેનો શર્ટ અને બેલ્ટ કાઢી નાખવા દબાણ કર્યું હતું.

પૂણે પોલીસે જણાવ્યુ કે, નરાધમોએ યુવતી પર ગેંગરેપ કરતા પહેલા તેને બાંધવા માટે તેના શર્ટ અને બેલ્ટનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓએ તેણીની ચાંદીની વીંટી છીનવી લીધી હતી, પરંતુ જતા પહેલા તેણીના મિત્રનો મોબાઇલ ફોન પરત કરી દીધો હતો.

યુવતીનો મિત્ર ઉત્તર મહારાષ્ટ્ર શહેરનો વતની છે. શુક્રવારે સાંજે, પોલીસે CA વિદ્યાર્થીએ આપેલા વર્ણનના આધારે ત્રણમાંથી બે શંકાસ્પદના સ્કેચ જાહેર કર્યા હતા. ડીસીપી રાજાએ ઉમેર્યું હતું કે, “ત્રણેય માણસો એકબીજા સાથે મરાઠી અને હિન્દીમાં વાતચીત કરી રહ્યા હતા.

બોપદેવ ઘાટ, પૂણે શહેરની બહાર લગભગ 20 કિમી દૂર આવેલો છે. જે લોકપ્રિય જોવાલાયક સ્થળ અને ટ્રેકિંગ સ્થળ છે. અહીં મુલાકાતીઓની ભીડ જામેલી હોય છે. વર્ષોથી આ સ્થળ લૂંટ માટેનું એક હોટસ્પોટ બની ગયું છે. ઘટના વિશે જોઈન્ટ સીપી આરકે શર્માએ જણાવ્યું હતું કે બંને મિત્રો રાત્રે 11 વાગ્યાની આસપાસ હિલટોપ પોઈન્ટ પર પહોંચ્યા હતા અને ચેટિંગમાં મશગૂલ હતા, જ્યારે આરોપી મધ્યરાત્રિની આસપાસ બાઇક પર ત્યાં પહોંચ્યો હતો અને તેણે ગુનો કર્યો હતો. બચી ગયેલાનો મિત્ર કોઈક રીતે પોતાની જાતને મુક્ત કરવામાં સફળ થયો અને બંને નીચે શહેરમાં ગયા. તેણે તેના સંબંધીઓને બોલાવ્યા, અને યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. શુક્રવારે સવારે 5 વાગ્યે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. તેણીની સ્થિતિ હવે સ્થિર છે અને તેણીનું નિવેદન નોંધવામાં આવ્યું છે, પોલીસે જણાવ્યું હતું.

અમે ગુનેગારોને ઓળખવા અને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને ડિટેક્શન બ્રાન્ચના અધિકારીઓની બનેલી 14 ટીમો બનાવી છે. અમે પૂછપરછ માટે કેટલાક લોકોની અટકાયત કરી છે. ફોરેન્સિક અને ડોગ સ્ક્વોડ અમારી તપાસમાં મદદ કરી રહી છે,” શર્માએ કહ્યું. પોલીસે આર્મ્સ એક્ટ અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ ઉપરાંત ગેંગ રેપ સાથે સંબંધિત કલમ 70 (1) સહિત ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ આરોપો લગાવ્યા છે.

પુણેના બોગદેવ ઘાટ પર ગેંગ રેપની ઘટનામાં ડોગ સ્કવોડ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આરોપીની શોધ માટે પૂણે પોલીસની 10 ટુકડીઓ મોકલવામાં આવી છે. શિક્ષણના ઘર તરીકે ઓળખાતા પુણેમાં 21 વર્ષની વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કારની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.