Gujarat New District Demand : થરાદ અને રાધનપુર બાદ હવે દિયોદરને જિલ્લો બનાવવાની માગણીએ પકડ્યું જોર, ભૌગોલિક સ્થિતિ મુજબ મધ્યમમાં હોવાથી દિયોદરને નવા ઓગડ જિલ્લાનું મુખ્યમથક બનાવવાની માગ
Gujarat Government : ગુજરાતમાં 3 નવા જિલ્લાની વાતને લઈને ચારેબાજુ મોરચા ખૂલ્યા છે. રાપરથી લઈને છેક વડગામ સુધી વિરોધ જોવા મળ્યો છે. ગુજરાતમાં 3 નવા જિલ્લાઓ બનાવવાની ચર્ચાઓ તેજ બની છે. હાલ જે નવા જિલ્લાની ચર્ચા ઉઠી છે તેમાં વડનગર, વીરમગામ અને રાધનપુર અથવા થરાદના નામની ચર્ચા છે. હાલમાં જ ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાધનપુરને જિલ્લો બનાવવા માંગ કરી છે. ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે, રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે તેવી સરકારને વિનંતી કરું છું. સાંતલપુરમાં યોજાયેલ જાહેર કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે સરકારને વિનંતી કરી.
ઉત્તર ગુજરાતના સૌથી મોટા બનાસકાંઠા જિલ્લાના વિભાજનની વાતને લઇ હવે રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં જિલ્લાના પશ્ચિમ વિસ્તારના વિભાજનને લઈ દિયોદરને જિલ્લા મથક બનાવી ઓગડ જિલ્લો બનાવવામાં આવે તેવી માંગ સાથે આજે દિયોદર ખાતે દિયોદર સહિત આસપાસના 5 તાલુકાના ભાજપ કોંગ્રેસના રાજકીય તેમજ સામાજિક આગેવાનો, વેપારી આગેવાનોની સહીત લોકોની દિયોદરના રાજવીની ઉપસ્થિતિમાં સૂચિત ઓગડજિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં ઓગડ જિલ્લા કોઓર્ડીનેશન કમિટીની રચના કરાઈ અને એક સૂરે તમામ લોકોએ દિયોદરને જિલ્લા મથક બનાવવા માંગ કરી છે.
વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાતમાં બીજા સૌથી મોટા બનાસકાંઠા જિલ્લાનું વિભાગજન કરી વધુ એક જિલ્લાની માગ ઉઠી છે. જો કે આ માગ ઘણા વર્ષોથી થઈ રહી છે. બનાસકાંઠાના પશ્ચિમ વિસ્તારનું વિભાજન કરીને નવો ઓગડ જિલ્લો બનાવવા માગ થઈ રહી છે. આ ઓગડ જિલ્લાનું વડુમથક દિયોદર બનાવવામાં આવે તેવી માગણી સ્થાનિક લોકોની સાથે રાજકીય નેતાઓ કરી રહ્યા છે. નવા ઓગડ જિલ્લા માટે દિયોદરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5 તાલુકાના ભાજપ, કોંગ્રેસના રાજકીય આગેવાનોની સાથે સ્થાનિક વેપારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…દિયોદરના પૂર્વ રાજવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સંકલન બેઠકમાં સર્વ સંમત્તિથી ઓગડ જિલ્લાની માગ અને દિયોદરને વડુમથક બનાવવા ઠરાવ કરવામાં આવ્યો હતો…સાથે જ તમામ આગેવાનોએ સાથે મળીને ગુમાનસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી છે.
વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો બીજા નંબરનો સૌથી મોટો બનાસકાંઠા જિલ્લો ખૂબ જ વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અન્ય જિલ્લો બનાવવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે જિલ્લાના વિભાજનની ચર્ચાઓએ જોર પકડતા બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે…જોકે જિલ્લાના પશ્ચિમ વિસ્તારનું વિભાજન થાય તો ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદરને જિલ્લા મથક બનાવી ઓગડ જીલ્લો બનાવવામાં આવે તેવી માંગ છેલ્લા કેટલાય વર્ષોથી દિયોદર વિસ્તારના લોકોની છે. જો કે આજે દિયોદર ખાતે દિયોદર રાજવી અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલાની આગેવાનીમાં ઓગડ જિલ્લા કોઓર્ડીનેશન કમિટીની રચના કરી સંકલન બેઠક મળી… જે સંકલન બેઠકમાં આસપાસના પાંચ તાલુકાના ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનો, પૂર્વ ધારાસભ્યો, તાલુકા પંચાયત પ્રમુખો સહિત સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઓગડ જીલ્લો બનાવી દિયોદરને જિલ્લા મથક બનાવવા એક સુરે માંગ કરી છે.
રાજવી તેમજ કમિટી અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદર મધ્યનો વિસ્તાર છે અને અહીં સંત શિરોમણી ઓગડ નાથ ધામ આવેલું છે જેથી આ જિલ્લાનું ઓગડ જીલ્લો નામ રખાય તેવી સૌ કોઈની માંગ છે. તો રાજવી માનસિંહ વાઘેલાએ જણાવ્યું કે, જો આ જિલ્લાનું નામ ઓગડ જીલ્લો રખાય તો આ વિસ્તારના લોકો સંત શિરોમણી ઓગડ નાથજી ને દરરોજ યાદ કરી શકે.
મહત્વની વાત છે કે ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદરએ પશ્ચિમ વિસ્તારના તાલુકાઓની મધ્યમાં આવેલો વિસ્તાર હોવાથી જો દિયોદર ને જિલ્લા મથક જાહેર કરવામાં આવે તો કાંકરેજ,સુઈગામ,ભાભર,વાવ,થરાદ,લાખણી સહિત ડીસાના ભીલડીના 22 જેટલા ગામોના લોકોને વહીવટીય કામગીરી અર્થે દિયોદર જવુ ખુબ જ સરળ પડે… અને લોકો પોતાની વહીવટીય કામગીરી ખૂબ જ સવલતતાથી કરાવી શકે. ત્યારે આજે મળેલી બેઠકમાં રાજકીય આગેવાનોએ પક્ષા પક્ષી ભૂલી એક સુરે દિયોદર ને જિલ્લા મથક બનાવી ઓગડ જીલ્લો જાહેર કરાય તેવી માંગ સાથે આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી બતાવી છે..
દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લો ખૂબ મોટો જિલ્લો છે એટલે અલગ જિલ્લાની ખૂબ જરૂર છે ત્યારે ઓગડ જીલ્લો બને એવી અમારી સૌ કોઈની માંગ છે. જો દિયોદર જિલ્લા મથક બને તો આસપાસના કાંકરેજ, ભાભર, સુઈગામ, વાવ, થરાદ લાખણી સહિત અનેક વિસ્તારના લોકોને વહીવટીય કામગીરીમાં સવલતતા રહેશે.
રાધનપુરને જિલ્લો જાહેર કરવા રજુઆત
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રાધનપુરને જિલ્લો જાહેર કરવા રજુઆત કરી. તેમણે કહ્યું કે, રાઘનપુરને જિલ્લો જાહેર કરવામાં આવે તો જનતા ને ઘણો જ ફાયદો થશે. રાધનપુરને જિલ્લો જાહેર કરવાની અમારી વર્ષોની માંગણી છે.
વધુ નવા ત્રણ જિલ્લાઓ પુનઃ રચના માટે સરકારી લેવલે વિચારણા ચાલી રહી છે. બનાસકાંઠા કચ્છ અને પાટણ જિલ્લાઓમાંથી રાધનપુર અથવા થરાદ ના નામે એક નવા જિલ્લાની પુનઃ રચના થઈ શકે છે. અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ જિલ્લાની પુનઃ રચના થઈ શકે છે. મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના કેટલાક ભાગો ઉમેરીને વડનગર નવો જિલ્લો બની શકે છે. હાલ રાજ્યના હયાત 33 જિલ્લાઓ પૈકી વધુ ત્રણ જિલ્લાઓ નિર્માણ પામશે તો રાજ્યમા 36 જીલાઓ અસ્તિત્વમાં આવી શકે છે. છેલ્લે 2013 માં રાજ્ય સરકારે 7 નવા જિલ્લાઓ જાહેર કર્યા હતા.
કોને પહેલા ચાન્સ મળી શકે છે
હાલ ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ અસ્તિત્વમાં છે. જ્યારે સરકાર ત્રણ નવા જિલ્લાની રચના કરવા જઈ રહી છે. જેમાં હાલના બનાસકાંઠા, કચ્છ, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાંથી નવા જિલ્લાઓની રચના કરવામાં આવી શકે છે. બનાસકાંઠા, કચ્છ અને પાટણમાંથી રાધનપુર અથવા થરાદ નવો જિલ્લો બની શકે છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લો બનાવવામાં આવી શકે છે. તે સિવાય મહેસાણા અને ગાંધીનગરના કેટલાક ભાગ ઉમેરીને વડનગર નવો જિલ્લો બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.