રાજ્યમાં વધુ એક શિક્ષકે ગુરૂ-શિષ્યનાં સબંધોને શર્મસાર કર્યો છે. સુરતમાં આચાર્યએ વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કર્યા હતા. આ સમગ્ર મામલે માંડવી પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં વધુ એક શિક્ષકે ગુરુ-શિષ્યનાં સબંધોને શર્મસાર કર્યો છે. સુરતમાં આચાર્યએ વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કર્યા હતા. માંડવી તાલુકાની એક આશ્રમ શાળાની ઘટનાં સામે આવી હતી. અગાઉ પણ આચાર્યએ વિદ્યાર્થીની સાથે છેડછાડ કરી હતી. માંડવી પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરત જીલ્લાનાં માંડવી તાલુકાનાં નરેના આશ્રમ શાળામાં વિદ્યાર્થીનીઓની છેડતીનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે આ બનાવ તા. 24 જૂલાઈનો છે. શાળાનાં આચાર્ય યોગેશ નાથુ પટેલે વિદ્યાર્થીનીને પોતાનાં રૂમમાં બોલાવી શારીરીક અડપલા કર્યા હતા. જે બાદ સમગ્ર મામલે સુરત જીલ્લા આદિજાતિ આશ્રમ શાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.
નરેના આશ્રમ શાળામાં કુલ 80 વિદ્યાર્થીનીઓ છે. જેમાંથી મોટા ભાગની વિદ્યાર્થીનીઓ સાથે આચાર્ય દ્વારા છેડતી કરી હોવાનું તપાસમાં બહાર આવવા પામ્યું છે. ત્યારે હાલ પોલીસે 4 વિદ્યાર્થીનીઓને ભોગ બનનાર તરીકે રાખી છે. તેમજ અન્ય વિદ્યાર્થીનીઓની પૂછપરછ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.