Weather Forecast : ગુજરાતમા આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ન હોવાથી રાહતના સમાચાર છે. હવે લાગે છે કે ચોમાસાની વિદાય થઈ રહી છે. ગુજરાતના અનેક ભાગોમાંથી વરસાદ ગાયબ થઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી આવી ગઈ છે. તેમણે ચોમાસાની વિદાય અને ગુજરાત પર આવવાના વાવાઝોડાના સંકટ વિશે આગાહી કરી છે. તેણે ચોમાસાની વિદાય અંગે મોટા અપડેટ આપ્યા કે, હજી ચોમાસું ગયુ નથી, હજી તો વરસાદ આવશે.
ચોમાસું ગયું નથી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે, આ વખતનું ચોમાસું લાંબુ છે. ગુજરાતના કેટલાક ભાગોમાં હજી ચોમાસું સક્રિય છે. હજુ પણ સાત-આઠ તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાંની શક્યતા છે. આ વરસાદ સાતથી નવ તારીખ સુધીમાં થઇ શકે.
આ તારીખે થશે ચોમાસાની વિદાય
સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું પાંચમી ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાંથી વિદાય લઇ લેતું હોય છે. પણ આ વખતનું ચોમાસું લાંબુ છે. આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે. જેમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી ચોમાસું સક્રિય છે. જોકે, આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઇ જશે.
ગુજરાતમાં ક્યાં ક્યાંથી ચોમાસાની વિદાય થઈ
તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારો, પાટણ, મહેસાણા, મોરબી અને સુરેન્દ્રનગરના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઇ ગઇ છે. આ સાથે પશ્ચિમના અમુક ભાગોમાંથી પણ નૈઋત્યુના ચોમાસાની વિદાય થઇ ગઇ છે. અત્યારે જે પ્રદેશોમાં નૈઋત્યનું ચોમાસું જો એક્ટિવ હોય
વાવાઝોડાની આગાહી
કેટલાક લોકો વાવાઝોડાની અફવા ફેલાવી રહ્યા છે પરંતુ હજુ વાવાઝોડું સક્રિય થાય એવી કોઇ શક્યતા દેખાતી નથી. એટલે હમણાં કોઇ વાવાઝોડું કે મોટા વરસાદની શક્યતા નથી. જેથી ખેડૂતભાઇઓએ પોતાનું કામ રાબેતા મુજબ કરવા અને મગફળીના પાકને સાચવી લેવાની ભલામણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.