ગરબા રમી આવી પછી સવારે ઉઠી જ નહીં! મહીસાગરમાં 22 વર્ષની યુવતીને હાર્ટ એટેક, થયું મોત…

બાલાસિનોરમાં 22 વર્ષીય યુવતી ગરબા રમીને ઘરે આવી પછી સવારે ઉઠી જ નહીં. યુવતીને પરિવાર હોસ્પિટલ લઈ ગયો હતો પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરએ દીકરીને મૃત જાહેર કરી હતી.

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં લોકોજીવ ગુમાવી રહ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતા રમતા કે પછી જીમમાં કસરત કરતી વખતે તો હવે ગરબા રમ્યા બાદ હાર્ટ એટેકથી મોતનો કિસ્સો સામે આવ્યો છે. મહીસાગરના બાલાસિનોરમાં 22 વર્ષીય યુવતીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે

22 વર્ષીય યુવતીનું હાર્ટઅટેકથી મૃત્યુ

બાલાસિનોરમાં 22 વર્ષીય યુવતી ગરબા રમીને ઘરે આવી પછી સવારે ઉઠી જ નહીં. યુવતીને પરિવાર હોસ્પિટલ લઈ ગયો હતો પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરએ દીકરીને મૃત જાહેર કરી હતી. યુવતીને રાત્રી દરમિયાન હાર્ટ અટેક આવતા મૃત્યુ થયાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આપને જણાવી દઈએ કે, યુવતી ફાર્મસીનો અભ્યાસ કરતી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.