Education News : સરકારી નોકરીની રાહ જોનારા યુવાઓ માટે મોટા અપડેટ આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરી છે. ધોરણ 9થી 10 સુધી એટલે કે માધ્યમિકના 3 હજાર 517 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 અને 10 માટે ભરતી જાહેર કરાઈ છે. સરકારી શાળામાં 1200, ગ્રાન્ટેડ શાળામાં 2317 જગ્યાઓ ભરવામાં આવશે. રાજ્યમાં કુલ 3 હજાર 517 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે.
- ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે
- રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયક (ધો.૯/૧૦)
- માઘ્યમિક ભરતી જાહેર કરી
- કુલ જગ્યા – 3517
- સરકારી શાળાની જગ્યા – 1200
- ગ્રાન્ટેડ શાળાની જગ્યા – 2317
- ગ્રાન્ટેડ શાળામાં
- ગુજરાતી માધ્યમ -2258
- અંગ્રેજી માધ્યમ -56
- હિન્દી માધ્યમ -3
- કુલ=2317 જગ્યાઓ ભરાશે
- સરકારી શાળામાં
- ગુજરાતી માધ્યમ -1196
- અંગ્રેજી માધ્યમ -4
- કુલ જગ્યા=1200 જગ્યાઓ
- તારીખ 24/10/2024 થી ફોર્મ ભરવાની શરૂઆત થશે.
- 15/11/2024ના રોજ રાત્રે 11વાગ્યાને 59 મિનિટ સુધી ફોર્મ ફરી શકાશે
ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગત તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ આચાર્ય તેમજ ગત તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ અંદાજિત ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. હવે, બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.