સામુહિક દુષ્કર્મ કેસ બાદ સુરત પોલીસનું મોટું એક્શન, સુમસાન સ્થળો પર વધાર્યું પેટ્રોલિંગ…

Surat gangrape Case : સુરત શહેર પોલીસે વડોદરા, કોસંબાની સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ ખેતર, ઝાડી ઝાંખરા સહિત સુમસાન સ્થાન પર તાત્કાલિક અસરથી પેટ્રોલિંગ વધારી દેવાયું

વડોદરા, કોસંબામાં સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ સુરત પોલીસ દ્વારા મોટું પગલું લેવાયું છે. સુરતમાં ઝાડી ઝાંખરામાં પેટ્રોલિંગ વધારી છે. પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઝાડી ઝાંખરા, ખાડી, સુમસાન સ્થાન પર તપાસ હાથ ધરી છે. વડોદરા, કોસંબામાં નરાધમોએ ઝાડી ઝાંખરા, સુમસાન સ્થાન દુષ્કર્મની ઘટને અંજામ આપ્યો હતો. સુરત શહેર પોલીસે સુમસાન સ્થળો પર લાઈટ લગાવ્યા છે. ગરબા આયોજકોને ગરબા પાર્કિંગથી લઇ ગરબા સ્થળ સુધી લાઈટનાં ફોકસ લગાવવા સૂચન આપ્યું છે. પાંડેસરા, ઉધના, ડીંડોલી, લિંબાયાત, ડુમસમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવા આવ્યું રહ્યું છે.

વડોદરા, સુરતના માંગરોળમાં બ્લાઈન્ડ સ્પોટ પર સગીરા પર થયેલી ગેંગરેપની ઘટનાના રાજ્યભરમાં પડઘા પડ્યા છે. એક તરફ નવરાત્રિ ચાલી રહી છે અને બે સગીરા ગેંગરેપનો ભોગ બની છે. ત્યારે ગુજરાતના સુરત શહેરમાં પોલીસે આવા 100 જેટલા બ્લાઈન્ડ સ્પોટ આઈડેન્ટીફાય કર્યા છે. જ્યારે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને બ્લાઈન્ડ સ્પોટ નક્કી કરી પેટ્રોલિંગ વધારવા અને સ્ટાફ સાથે PCR વાન સ્ટેન્ડબાય રાખવાની સૂચના આપવામાં આવી છે. શહેરના પાંડેસરા પોલીસ દ્વારા વડોદ ગામ ખાતે અવવારું સ્થળો પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરી છે.

પાંડેસરા પી.આઈ એચ એમ ગઢવીએ પોલીસ વિભાગની અલગ અલગ ટીમોને સાથે રાખી ઝાડી ઝાંખરા, ખાડી સુમસાન સ્થળો પર તાપસ હાથ ધરી હતી. સાથે જ જરૂરી સ્થળો પર તાત્કાલિક ધોરણે લાઈટનાં પોલ લગાવવા સૂચના આપી હતી. મહત્ત્વની વાત એ છે કે બરોડા અને સુરતના માંગરોળ બનેલ દુષ્કર્મની ઘટનામાં નરાધમ આરોપીઓએ ઝાડી ઝાંખરા, સુમસાન સ્થાન પર દુષ્કર્મની ઘટનાની અંજામ આપ્યો હતો. ત્યારે નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા આવા સ્થળો પર ખાસ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે.

શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, નવરાત્રિ પહેલાથી જ અમે તમામ તૈયારીઓ કરી લીધી હતી. સુરત મહાનગરપાલિકા સાથે મળીને આવા તમામ વિસ્તાર કે જ્યાં અવાવરું જગ્યા છે. જ્યાં લોકોની અવર-જવર નથી અને અંધારું રહે છે તેવા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે અમે સ્ટ્રીટ લાઈટ લગાવડાવી છે. જેથી રોશની રહે. આ સાથે પાર્કિંગ કરનાર લોકોને પણ સૂચના આપવામાં આવી છે. જ્યાં સુધી લોકો ઘરે ન પહોંચી જાય ત્યાં સુધી પોલીસ સતત પેટ્રોલિંગ કરે છે. ખાસ કરીને આવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પીસીઆર વાન સહિત ઉચ્ચ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરે છે. અલગ અલગ ટીમો બનાવીને દરેક પોલીસ સ્ટેશનમાં આવા વિસ્તારોની મુલાકાત લેવામાં આવે છે. સાથે લોકોને પણ સૂચના આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.