Baba Siddique Murder: એનસીપી નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લીલાવતી હોસ્પિટલના તબીબોએ (Baba Siddique Murder) જણાવ્યું હતું કે તેમને છાતીમાં ત્રણ ગોળી વાગી હતી. રાત્રે લગભગ 9.30 વાગ્યે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં.
મુંબઈ પોલીસે હત્યાના કેસમાં બે શકમંદોની ધરપકડ કરી છે અને ગુનામાં વપરાયેલી 9.9 એમએમની પિસ્તોલ પણ કબજે કરી છે. અહેવાલ છે કે બાબા સિદ્દીકીને મારવા માટે હુમલાખોરોએ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમની છાતીમાં 3 ગોળી વાગી હતી. તેમની કાર બુલેટ પ્રૂફ હોવા છતાં પણ બુલેટ વિન્ડશિલ્ડમાંથી ઘૂસી ગઈ હતી.
ક્યારે અને ક્યાં થઈ હત્યા?
NCP નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીને શનિવારે રાત્રે મુંબઈના ખેતવાડી જંક્શન વિસ્તારમાં ગોળી મારી દેવામાં આવી હતી જ્યારે વિસ્તારમાં અંધારું હતું. સ્ટ્રીટ લાઈટો બંધ હતી અને આસપાસ કોઈ સીસીટીવી કેમેરા નહોતા. પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ બે પિસ્તોલમાંથી કુલ છ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
બાબા સિદ્દીકીની છાતીમાં 3 ગોળી વાગી
પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ ગોળી બાબા સિદ્દીકીની છાતીમાં વાગી હતી, જ્યારે એક ગોળી કારમાં તેની સાથે રહેલા વ્યક્તિના પગમાં વાગી હતી. બાબા સિદ્દીકીની કાર બુલેટ પ્રુફ હોવા છતાં બુલેટ કાચને વીંધીને અંદર ઘૂસી ગઈ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે હુમલાખોરો પાસે આધુનિક પિસ્તોલ હોઈ શકે છે.
લોરેન્સ બિશ્નોઇની પૂછપરછની તૈયારી
સુત્રો અનુસાર તપાસ એજન્સી અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇની પૂછપરછની તૈયારી કરી રહી છે. બાબા સિદ્દીકી પર ગોળી ચલાવનારા લોકોનો દાવો છે કે તે લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ સાથે જોડાયેલા છે. આ વાતની પૃષ્ટી માટે લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ કરવામાં આવી શકે છે. લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ માટે લીગલ એડવાઇઝ લેવામાં આવી રહી છે કારણ કે પૂછપરછ માટે કોર્ટની પરવાનગી જરૂરી હોય છે. એક એન્ગલ એવો પણ સામે આવ્યો કે લોરેન્સ ગેન્ગના શૂટર્સ જિગાના પિસ્ટોલનો ઉપયોગ કરે છે. જોકે, બાબા સિદ્દીકીની હત્યામાં 9 એમએમ પિસ્ટોલનો ઉપયોગ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.