Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
Mumbai News : બાબા સિદ્દીકી માત્ર એક નેતા નહોતા પરંતુ મોટા બિઝનેસમેન હતા… બી-ટાઉનમાં તેમણે પોતાનો દબદબો એ રીતે બનાવ્યો હતો કે તે કંઈપણ નહોતા તો પણ બહુ મોટા હતા. તેમના એક આમંત્રણ પર બોલીવુડના તમામ સેલિબ્રિટીઝ પહોંચી જતા હતા. તેમનું નામ દાઉદ ઈબ્રાહિમ સાથે પણ જોડાયેલું રહ્યું. ત્યારે તેમાં શું સત્ય છે? શું દાઉદ સાથેના સંબંધના કારણે બાબા સિદ્દીકીની હત્યા થઈ? જોઈશું આ રિપોર્ટમાં..
- બાબા સિદ્દીકી અને દાઉદ ઈબ્રાહિમનું શું છે કનેક્શન?
- શું દાઉદ સાથેના સંબંધના કારણે બાબાની હત્યા થઈ?
- કેવી રીતે લોરેન્સ ગેંગની વિવાદમાં થઈ એન્ટ્રી?
આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે. કેમ કે લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લેતાં કહ્યું કે જે પણ સલમાન ખાન અને દાઉદ ઈબ્રાહિમની જે મદદ કરશે તેનો હિસાબ કિતાબ કરી દેવામાં આવશે.
મુંબઈની દંતકથાઓમાં બાબ સિદ્દીકીને બોલીવુડ અને અંડરવર્લ્ડનો બ્રિજ કહેવામાં આવ્યો. કેમ કે સંજય દત્તનું કનેક્શન પણ અંડરવર્લ્ડ સાથે માનવામાં આવે છે.. જ્યારે બાબા સિદ્દીકી તેમના મિત્ર હતા. તો દાઉદ અને ડી કંપની સાથે પણ બાબા જોડાયેલા હોવાની અટકળો ચોક્કસથી ઉભી થાય.
- બાબા સિદ્દીકી અને દાઉદ વચ્ચે સારા સંબંધ હતા તો પછી દાઉદે કેમ ધમકી આપી?
- મુંબઈમાં જમીનના એક ટુકડાને લઈને બાબા અને દાઉદના કરીબી વચ્ચે વિવાદ થયો
- તેના પછી છોટા શકીલે બાબાને આ મામલાથી દૂર રહેવાની ચીમકી આપી
- બાબાએ ધમકીના આધારે મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી
- મુંબઈ પોલીસે તાત્કાલિક અહમદ લંગડાની ધરપકડ કરી મકોકા લગાવી દીધો
- આ વાતથી નારાજ દાઉદે 2013માં ધમકી ભર્યો ફોન કર્યો હતો
રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ – એક થા MLA!
ત્યારપછી બાબા સિદ્દીકીના ઘરે ઈડીની રેડ પણ પડી અને 2017માં મની લોન્ડરિંગ મામલે તેમના ઘરે દરોડા પણ પડ્યા. જોકે પછી આગળ કોઈ કાર્યવાહી થઈ નહીં. પરંતુ મુંબઈમાંથી ધીમે-ધીમે દાઉદનું સામ્રાજ્ય નબળું પડવા લાગ્યું. અને બાબા સિદ્દીકી મોટા બિઝનેસમેન અને રાજકારણી બની ગયા હતા.
મુંબઈમાં અંડરવર્લ્ડ ‘રિટર્ન’?
- બાબા સિદ્દીકીની હત્યાનો માસ્ટરમાઈન્ડ કોણ?
- અંડરવર્લ્ડ અને બોલીવુડ વચ્ચે હતા બ્રિજ
- દાઉદ-સલમાન સાથેના સંબંધે લીધો ભોગ
- શું લોરેન્સ મુંબઈમાં રાજ કરવા માગે છે?
- લોરેન્સના નામે કોણ ફેલાવવા માગે છ ખૌફ?
બોલીવુડમાં તેમણે સલમાન ખાન અને શાહરૂખખાનની વર્ષો જૂની દુશ્મનીને મિત્રતામાં ફેરવી હતી… જોકે સલમાન ખાન સાથે ખાસ સંબંધ હોવાના કારણે લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેમના પર હુમલો કર્યો… અને તેમણે જીવ ગુમાવવો પડ્યો…. જોકે અહીં એક સવાલ એ થઈ રહ્યો છે કે શું દાઉદ ઈબ્રાહિમનું સ્થાન લેવાનો લોરેન્સ બિશ્નોઈ ગેંગ પ્રયાસ કરી રહી છે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.