ના આવે પોલીસ શું કામ તમારા ઘરે… હા પણ તમારા ઘરના બારણે પોલીસ પહોંચે તો ચોંકતા નહીં. જો તમે પણ તમારી કોઈ પ્રોપર્ટી ભાડે આપી છે અને પોલીસ રજિસ્ટ્રેશન કરાવવામાં ચૂકી ગયા છો તો ગુજરાત પોલીસ તમારા બારણે ટકોરા મારી શકે છે. દેશભરમાં ઘટી રહેલી ઘટનાઓ બાદ પોલીસ ચોંકી ગઈ છે. રાજ્યમાં એક નવી ડ્રાઈવ શરૂ કરાઈ છે. જેમાં પોલીસ તમારા ઘરે આવી શકે છે.
અમદાવાદઃ ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ કૂદકેને ભૂલકે વધી રહ્યાં છે. ઘણા લોકો પ્રોપર્ટી ફક્ત ઈન્વેસ્ટમેન્ટ અને ટેક્સ બચાવવા માટે ખરીદતા હોય છે. આ પ્રોપર્ટી બાદમાં ભાડે ચઢાવી દેતા હોય છે. કોઈ પણ પ્રોપર્ટી તમે ભાડે ચઢાવો છો તો પોલીસમાં રજિસ્ટ્રેશન કરાવવું એ ફરજિયાત છે પણ ઘણા મકાન માલિકો 11 માસનો કરાર કરી આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરતા નથી. જેથી પોલીસને કોઈ સોસાયટીમાં ફ્લેટ, દુકાન કે ગોડાઉન ભાડે છે એ ખબર જ હોતી નથી. ગુજરાત પોલીસ દ્વારા ફરી એક નવી ડ્રાઈવ શરૂ કરાઈ છે. તમે પણ ઘર કે દુકાન ભાડે આપી છે તો મકાન માલિકો માટે આ મહત્વના સમાચાર મળી રહ્યા છે.
કોઈ પણ પ્રોપર્ટી ભાડે ચઢાવો છો તો ભાડૂઆતોને હવે ફરજિયાત રજીસ્ટેશન કરાવવું પડશે. જે માટે 27 ઓકટોબર સુધી ભાડૂઆત નોંધણી માટે ડ્રાઈવ યોજાશે. જે માટે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન નોંધણી કરી શકાશે. જે અંગે ગુજરાત પોલીસ દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે.
રાજ્યભરમાં તા.૧૩ થી ૨૭ ઓકટોબર ૨૦૨૪ દરમિયાન ભાડૂઆત નોંધણીની ઝૂબેશ ઉપાડવામાં આવી છે. ભાડૂઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે, જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન કરી શકાય છે.
ટ્વીટમાં જણાવ્યું છે કે, ગુજરાત પોલીસના આ વિશેષ અભિયાનનો હેતુ છે, ભાડુઆતની નોંધણીના નિયમનું ચુસ્ત પાલન થાય અને સૌ સુરક્ષિત-સલામત રહે. પોલીસને સહકાર આપો, જલદીથી ભાડુઆત અંગે નોંધણી કરો.
હવે તો સોસાયટીઓ પણ ભાડા કરાર સાથે પોલીસ રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ માગે છે. જો તમારી પણ સોસાયટીમાં ભાડુઆત હોય તો સેક્રેટરી કે ચેરમેને આ બંને ડોક્યુમેન્ટ ખરાઈ કરી લેવાની જરૂર છે જો બાદમાં કોઈ સમસ્યા ઉભી થશે તો ચેરમેન અને સેક્રેટરીને પણ જવાબ આપવો ભારે પડી શકે છે. દેશભરમાં ઘટી રહેલી ઘટનાઓ બાદ પોલીસ સાવચેત બની રહી છે. જે પ્રમાણે ક્રાઈમ વધી રહ્યાં છે એ જોતાં પોલીસ તંત્ર પણ એલર્ટ બનીને કાર્યવાહી કરવાના મૂડમાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.