પેસેન્જર ભરેલી દાનાપુરથી સુરત જતી એક્સપ્રેસના ડબ્બા પડ્યા છૂટા…

coach express train separated: દેશમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેન અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે આજે ફરી એકવાર ટ્રેન દુર્ઘટનના સમાચાર સામે આવ્યા છે. જેમાં ચાલુ ટ્રેનના ડબ્બા અલગ પડી જતા યાત્રીઓના જીવ અધ્ધર બન્યા હતા. દાનાપુરથી સુરત જવા નીકળેલી ટ્રેનના ડબ્બા અધવચ્ચે છુટા પડી (coach express train separated) જતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

આ બનાવ મધ્ય પ્રદેશના બીના જંકશન નજીક બન્યો હતો. જ્યાં એકાએક પેસેન્જર ભરેલી એક્સપ્રેસ ગાડીના ડબ્બા છુટા પડી ગયા હતા. નિશાતપુરામાં ટ્રેનના ડબ્બા છુટા પડી જતા પેસેન્જર્સના જીવ તાળવે ચોટી ગયા હતા તેમજ ટ્રેનના ડબ્બા છુટા પડી જતા મુસાફરો અટવાઈ ગયા હતા.

દાનાપુરથી સુરત જતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા અચાનક ખુલ્યા

દાનાપુરથી સુરત જતી એક્સપ્રેસ 09064 નંબરની ટ્રેનના ડબ્બા અચાનક બે ભાગમાં વહેંચાય ગયા હતા. આ બનાવ મધ્યપ્રદેશના બીના જંકશન નજીક નિશાતપુરામાં બની હતી. જોકે ટ્રેન ધીમી હોવાના કારણે અને સહનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી.

ત્યારે સમગ્ર ઘટનાને લઇ રેલવે તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ ટ્રેનમાં સવાર મુસાફરો અટવાયા હતા.

 

 

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.