Baba Siddique Murder Case: મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દીકની હત્યા કેસનો (Baba Siddique Murder Case) રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. હત્યા કેસની તપાસનો દોર ગુજરાતના અમદાવાદ સુધી પહોંચી ગયો છે. કારણ કે બાબા સિદ્દીકની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાથી તપાસ અમદાવાદ સુધી પહોંચી શકે છે. મુંબઈ પોલીસ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સીધી પૂછપરછ કરી શકે છે. આ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની (ahmedabad) સાબરમતી સેન્ટ્રલ જેલમાં જાય તેવી શક્યતા છે. વાસ્તવમાં, બાબા સિદ્દીકી શૂટઆઉટ કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી સામે આવી હતી, ત્યારબાદ પોલીસે હવે તેની પૂછપરછ કરવાની યોજના બનાવી છે.
ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકીની હત્યાના એક દિવસ બાદ શુબુ લોંકર નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હત્યાની જવાબદારી લીધી હતી. શુબુ લોંકરે દાવો કર્યો હતો કે આ હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેલ હતી અને અભિનેતા સલમાન ખાનને મદદ કરવા બદલ બાબા સિદ્દીકીને ગોળી મારી દેવામાં આવી હતી.
આ પછી પોલીસ સક્રિય થઈ અને પોસ્ટની ચકાસણી શરૂ કરી. તપાસ દરમિયાન, મુંબઈ પોલીસે શુબુ લોંકરના ભાઈ પ્રવીણ લોંકરની પુણેથી ધરપકડ કરી છે, જેના પર શૂટર્સને આશ્રય આપવાનો આરોપ હતો. જોકે, શુબુ ઉર્ફે શુભમ લોંકર ફરાર છે.
ટ્રેનોમાં પણ થઈ રહ્યું છે ચેકિંગ
મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા કેસ બાદ મહારાષ્ટ્ર પોલીસ એલર્ટ પર છે. મહારાષ્ટ્રના ભુસાવલ રેલવે સ્ટેશન પર બેગ સ્કેનિંગ દરમિયાન એક યાત્રીની બેગમાંથી એક બંદૂક અને જીવતા કારતુસ મળી આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે રવિવારે સાંજે 6.00 કલાકે ભુસાવલ સ્ટેશનના મુખ્ય દરવાજા પર લાગેલા સામાન સ્કેનિંગ મશીન પર તૈનાત ફરજ પરના આરપીએફ સ્ટાફ સીટી નરેન્દ્રકુમાર ગૌતમ અને એમએસએફ સ્ટાફ રફીક ઈસ્માઈલ શેખને હથિયાર જેવી વસ્તુ જોઈ હતી.
આ પછી, શંકાસ્પદ વ્યક્તિને અટકાવવામાં આવ્યો અને તેની બેગની તપાસ કરવામાં આવી, જેમાં દેશી બનાવટની પિસ્તોલ અને 9 જીવતા કારતૂસ મળી આવ્યા. આરપીએફએ તેને પકડી લીધા બાદ આગળની કાર્યવાહી માટે જીઆરપી ભુસાવલને સોંપ્યો હતો. પૂછપરછ દરમિયાન ખબર પડી કે પેસેન્જરનું નામ પ્રકાશ અશોક મુંડે છે, જેની ઉંમર 31 વર્ષ છે. મુંડે પારડી બીડ જિલ્લાના રહેવાસી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.