સેન્સેક્સ નિફ્ટીની શુભ શરૂઆત, વૈશ્વિક શેર માર્કેટના જાણો હાલચાલ…

અમેરિકન બજારમાં ઉછાળા અને સારા ગ્લોબલ સંકેતો વચ્ચે આજે શેર માર્કેટની શરૂઆત સારી રહી છે, સેન્સેક્સની શરૂઆત 82100ની ઉપર તો નિફ્ટી પણ 25186ના સ્તર પર ખુલ્યો હતો.

આજે મંગળવારે અઠવાડિયાના બીજા દિવસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચસીએલ ટેકના પરિણામોની અસર સાથે જ અમેરિકન અને એશિયન શેરબજારોમાં ઉછાળાની અસર જોવા મળી રહી છે.

સારા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે શેરબજારે સારી શરૂઆત કરી છે. સેન્સેક્સ 128 પોઈન્ટના વધારા સાથે 82101 ના પોઈન્ટ પર ખુલ્યો છે, જ્યારે NSE નો નિફ્ટી 58 પોઈન્ટના વધારા સાથે 25186 ના સ્તર પર ખુલ્યો હતો.

જો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામોથી રોકાણકારો ખુશ નથી દેખાતા અને આરઆઈએલ શરૂઆતના વેપારમાં સેન્સેક્સ પર ટોપ લુઝર છે. આ સાથે જ HCL ટેકના પરિણામો પછી તેના શર્મા પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય નેસ્લે અને સ્ટેટ બેંકના શેરમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.

સાથે જ બજાર ખુલ્યા બાદ બીપીસીએલ, એશિયન પેઈન્ટ્સ, એમએન્ડએમ, ઈન્ફોસીસ, મારુતિ, યુટ્રેટેક સિમેન્ટ, ડો રેડ્ડી જેવા શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે, ઇન્ડસઇન્ડ બેંક, રિલાયન્સ, કોટક બેંક અને કોલ ઇન્ડિયામાં ઘટાડો જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેર માર્કેટ વિશે વાત કરીએ તો એશિયન બજારોમાં મિક્સ સંકેતો જોવા મળ્યા હતા, જ્યારે યુએસ શેરબજાર ઊંચા સ્તરે બંધ થયું હતું, ડાઉ જોન્સ પ્રથમ વખત 43,000 પોઈન્ટની ઉપર બંધ રહ્યો હતો અને S&P 500 પણ ઓલ ટાઈમ હાઇ પર બંધ રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.