ગુજરાત સરકારે કરી નવી ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત, 8 વર્ષ માટે મળશે 7 ટકાની સબસિડી..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વિકાસ સપ્તાહ અંતર્ગત તા. 15 ઓક્ટોબર ગાંધીનગર ખાતેથી ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરવામાં આવી હતી. હાલના ભૂ-રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં આ નવી ટેક્સટાઈલ પોલિસીનું લૉન્ચીંગ એક મહત્વપૂર્ણ કદમ પુરવાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા વિકાસ કામોની મંજૂરીના ઉપક્રમ યોજાયો હતો.

નવી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી ૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવી હતી. જેના મુજબ 2 હજાર થી 5 હજાર પે રોલ પ્રતિ વ્યક્તિ 5 વર્ષ સુધી આપવામાં આવશે, જ્યારે 7 ટકા સબસિડી 8 વર્ષ માટે આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.

નવી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી ૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવી હતી. જેના મુજબ 2 હજાર થી 5 હજાર પે રોલ પ્રતિ વ્યક્તિ 5 વર્ષ સુધી આપવામાં આવશે, જ્યારે 7 ટકા સબસિડી 8 વર્ષ માટે આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.

ગ્રામીણ મહિલાઓને વધુ રકમ મળે તેના પર ધ્યાન

વધુમાં મુખ્યમંત્રીએ ટેક્સટાઈલ પોલિસી 2024ને લઇ જણાવ્યું હતું કે નવી પોલિસી દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓને વધુ રકમ મળે તેના પર ધ્યાન રાખવામાં આવ્યું છે. 30 હજાર કરોડ રોકાણ આવવાની સંભાવના છે. કપાસ ઉત્પાદક ખેડૂતો અને યુવાનોમાં રોજગારી પૂરી પાડશે. નવસારીમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બની રહ્યું છે.

1107 કરોડ રૂપિયાની સહાય

ગુજરાતમાં દસ મહિના બાદ આજે 15 ઓક્ટોબરના રોજ 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેમાં પહેલી વખત આ પોલિસીમાં 25 ટકા કેપિટલ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે વ્યાજ પર સબસિડી જૂની પોલિસીમાં પાંચથી છ ટકા હતી જેને ઘટાડી બે ટકા કરાઇ છે. જ્યારે પાવર સબસિડી યુનિટદીઠ એક રૂપિયો જોગવાઈ કરાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાતના 5592 ઔદ્યોગિક એકમો માટે 1107 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.

વર્ષ 2012 ની પોલીસીમાં 35 હજાર કરોડનું રોકાણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ટેક્સટાઈલ પોલિસીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. વર્ષોથી ગુજરાત કાપડના ઉત્પાદન અને વેપારનું કેન્દ્ર રહ્યું છે. જે ડેનિમ કેપિટલ તરીકે પ્રખ્યાત છે. ત્યારે 2012માં જાહેર કરવામાં આવેલ ટેક્સટાઈલ પોલિસીમાં 35 હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે રાજ્યમાં કાપડ ઉદ્યોગને વેગ મળ્યો હતો. આ ઉપરાંત ગુજરાત ટેક્સટાઈલમાં દેશમાં 25 ટકા ફાળો આપે છે.

2019ની પોલિસી

આ પોલિસીમાં 6 ટકા ઈન્ટરેસ્ટ સબસિડી વાર્ષિક 20 કરોડની કેપ સાથે નવા રોકાણ પર ઉદ્યોગકારોને 2થી 3 રૂપિયા પાવર સબસિડી, પ્લાન્ટ મશીનરીનું 25 ટકાથી વધુનું એક્સાપન્શન કરવા પર જ સબસિડી આપવામા આવતી હતી. ઉપરાંત એનર્જી વોટર ઓડિટમાં 50 ટકા લેખે વધુમાં વધુ 1 લાખ સુધીની સબસિડી અને નાની મશીનરીઓની ખરીદી પર 20 ટકા લેખે વધુમાં વધુ 30 લાખ સુધીની સબસિડી આપવામાં આવી હતી.

2012ની પોલિસી

2012ની ટેક્સટાઈલ પોલિસીમાં 6 ટકા ટેક્નિકલ ટેક્સટાઈલ માટે અને 7 ટકા સ્પિનિંગ માટે લોન સામે ઈન્ટરેસ્ટ સબસિડી, ફક્ત કોટન ઈન્ડસ્ટ્રીને હયાત બિલમાં યુનિટ દીઠ 1 રૂપિયાની સબસિડી, પ્લાન્ટ મશીનરીનું 25 ટકાથી વધુનું એક્સપાન્સન કરવા પર સબસિડી, એનર્જી અને વોટર ઓડિટ માટે 20 ટકા લેખે વધુમાં વધુ 50 હજાર સુધીની સબસિડી અને મોટી મશીનરી સાથે ખરીદાતી નાની મશીનરીમાં સબસિડી ન હતી

અન્ય કાર્યક્રમો

વિકાસ સપ્તાહ ઉજવણીના અંતિમ દિવસ એટલે કે આજે તા. 15 ઓક્ટોબર, 2024ના રોજ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચની સાથે સાથે વિવિધ ઉદ્યોગ પ્રોત્સાહક ઉપક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

રૂ. 418 કરોડના ખર્ચે ઈ-ખાતમુહૂર્ત

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં GIDCના રૂ. 564 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિવિધ વિકાસ કામો પૈકી રૂ. 418 કરોડના ખર્ચે ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂ. 146 કરોડના ખર્ચે ઈ-લોકાર્પણના પ્રકલ્પોની ભેટ રાજ્યના ઉદ્યોગોને મળી હતી.

રૂ.1,000 કરોડથી વધુની સહાય

આ ઉપરાંત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ઈન્સેન્ટિવ ટુ ઈન્ડસ્ટ્રીઝ અંતર્ગત 5,500 યુનિટને રૂ.1,000 કરોડથી વધુ મૂલ્યની સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.