India Canada Row : ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના આરોપ મુદ્દે ભારતનું કડક વલણ… ભારતમાંથી કેનેડાના રાજદૂતોની કરાઈ હકાલપટ્ટી… તો કેનેડાથી પણ ભારતના રાજદૂતોને બોલાવાયા પરત.. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના કારણે ભારત અને કેનેડાના સબંધો વધુ બગડ્યા… ભારતે કેનેડાના છ રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો… કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના સબંધો વિશે યુકેના PM સાથએ પણ કરી વાત….
india canada news : એક સમયે નજીકના સાથીઓ ગણાતા ભારત અને કેનેડાના સંબંધો વધુ વણસ્યા છે. કેનેડાએ ભારતીય હાઈ કમિશનર અને અન્ય ભારતીય રાજદ્વારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. કેનેડાનો દાવો છે કે, ભારતીય હાઈ કમિશનર અને રાજદ્વારીઓ એક કેનેડાના નાગરિકની હત્યામાં શંકાસ્પદ રીતે સામેલ છે. કેનેડાએ નામ તો નથી લીધું. પરંતુ આ નિવેદનને ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડવામાં આવી રહ્યું છે. કેનેડાના આ આરોપ બાદ ભારતે કેનેડા રાજદૂતને બોલાવીને કડક શબ્દોમાં તમામ આરોપો ફગાવ્યા. આ સાથે ભારતે કેનેડામાં રહેલા હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે.સાથે જ ભારતે કેનેડાના હાઈ કમિશર સહિતના છ રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી છે.ભારતે તેમને 19 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. ભારત અને કેનેડાના સંબંધોમાં ગયા વર્ષે નિજ્જરની હત્યા થયા બાદ તણાવ છે. પરંતુ સોમવારે જ્યારે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આરોપો લગાવ્યા કે, કેનેડામાં હિંસા અને હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ છે, ત્યારથી આ તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ સાથે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ એવો પણ આરોપ લગાવ્યો કે અમે ભારતને પુરતા પુરાવા આપ્યા છે. પરંતુ અમારા વારંવાર આગ્રહ છતાં ભારતની સરકારે સહયોગ નથી કર્યો. કેનેડાના આ આરોપો બાદ ભારત પણ લાલઘૂમ છે અને કેનેડાના તમામ આરોપોને ફગાવી રહ્યું છે. જો કે, કેનેડાની આ હરકત બાદ ભારત અને કેનેડાના સંબંધો સુધરવાની રહી સહી આશા પણ ખતમ થઈ ગઈ છે.
- કેનેડા પોલીસે ભારત સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ
- કેનેડા પોલીસે ભારતીય એજન્ટો પર લગાવ્યો આરોપ
- લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે ભારતીય એજન્ટો સામેલ હોવાનો આક્ષેપ
- લોરેન્સ બિશ્નોઈ ગેંગ કેનેડામાં આતંક મચાવતી હોવાનો દાવો
- “બિશ્નોઈ ગેંગનો ઉપયોગ કરે છે ભારતીય એજન્ટો”
- કેનેડામાં હત્યાની ઘટના મુદ્દે કેનેડા પોલીસનો જવાબ
- “ભારત ખાસ કરીને ખાલિસ્તાની સમર્થકોને બનાવે છે ટાર્ગેટ”
- “ભારત દક્ષિણ એશિયાઈ સમુદાયને ટાર્ગેચ કરે છે”
- “કેનેડામાં રહેતા ખાલિસ્તાની સમર્થકો નિશાન પર”
પત્રકારે શીખ સમુદાયને ટાર્ગેટ કરાય છે કે કેમ તેના મુદ્દે પૂછેલા પ્રશ્નમાં કેનેડા પોલીસે આપ્યો આ જવાબ
ભારત અને કેનેડાના વધતા વિવાદ વચ્ચે કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડોએ આગમાં ઘી હોમ્યું છે. ટ્રુડોએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ફરી ભારત પર મોટા આરોપો લગાવ્યા છે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, કેનેડાની પોલીસ પાસે પુરાવા છે કે, ભારત સરકારના એજન્ટો દેશની જાહેર સુરક્ષાને જોખમમાં મુકી રહ્યા છે. અમે પણ ભારત સાથે લડાઈ નથી ઈચ્છતા, પરંતુ જો કેનેડાની ધરતી પર એક કેનેડાના નાગરિકની હત્યા થાય તેને એક દેશ તરીકે અમે નજર અંદાજ ન કરી શકીએ. જસ્ટિન ટ્રુડોએ તો ત્યાં સુધી કહ્યું કે, અમે અનેક વાર ભારત સાથે આ મામલે વાત કરવાનો પ્રયાસ કર્યો, આરોપો પર ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતે તમામ પ્રયાસોને ફગાવી દીધા છે. સાથે ટ્રુડોએ કહ્યું કે, કેનેડાના નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અને અમે તે સુનિશ્ચિત કરવા અમે કાંઈ પણ કરી શકીએ છે.
કેનેડાનો શું છે દાવો
- હાલમાં કેનેડામાં થયેલી હિંસા, ખંડણી, હત્યામાં ભારતીય એજન્ટો સામેલ
- ભારતીય એજન્ટોની ગેરકાયદે ગતિવિધિમાં સીધી ભૂમિકા
- કેનેડામાં રહેતા ખાલિસ્તાન સમર્થકોના જીવને ખતરો
- રાજદૂત, રાજદ્વારી ઉપયોગ કરી ભારત સરકાર માટે એકત્ર કરે છે જાણકારી મળી
- 2020માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો
- 2022માં NIAએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો
- 18 જૂન, 2023માં નિજ્જરની ગોળી મારી કરાઈ હત્યા
કેનેડેના પોલીસ અધિકારી બ્રિગિટ ગૌવીને કહ્યું કે, ભારત દક્ષિણ એશિયાઈ સમુદાયને નિશાન બનાવી રહ્યું છે, પરંતુ ખાસ કરીને તેઓ કેનેડામાં વસતા ખાલિસ્તાની સમર્થકોને નિશાન બનાવી રહ્યા છે. RCMPની દ્રષ્ટીએ અમે જે જોયુ છે તે પ્રમાણે તેઓ અપરાધી તત્વોનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઘટનાઓ માટે બિશ્નોઈ ગ્રુપ સાર્વજનિક રીતે જવાબદાર છે. અમારું માનવું છે કે, બિશ્નોઈ ગ્રુપ ભારત સરકારના એજન્ટો સાથે જોડાયેલું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.