IND vs NZ 1st Test Day 1 News : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટને માથે વરસાદનું સંકટ, હાલ વરસાદ યથાવત તો વરસાદ બંધ થઈ જાય લગભગ 45 મિનિટ પછી ટોસ થઈ શકે છે
IND vs NZ 1st Test Day 1 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં છે. આજે (16 ઓક્ટોબર) મેચનો પ્રથમ દિવસ છે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં છે. જોકે વરસાદના કારણે મેચમાં વિલંબ થવાના સમાચાર છે. ટોસમાં પણ વિલંબ થાય છે. આ તરફ હાલની સ્થિતિએ પિચ પર અત્યારે કવર છે. મેચના ટેલિકાસ્ટ દરમિયાન પૂર્વ ક્રિકેટર સબા કરીમે કહ્યું કે, હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. એકવાર વરસાદ બંધ થઈ જાય લગભગ 45 મિનિટ પછી ટોસ થઈ શકે છે.
ન્યુઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ભારતીય ધરતી પર એકપણ દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી નથી. આ વખતે બંને ટીમો વચ્ચે 13મી ટેસ્ટ શ્રેણી રમાશે. ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં છે. જ્યારે ટોમ લાથમ કિવી ટીમની કમાન સંભાળી રહ્યા છે.
ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ઈતિહાસ
વિગતો મુજબ જ્યારે પણ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતની મુલાકાતે આવી છે અને અહીં ટેસ્ટ સિરીઝ રમી છે ત્યારે તેને ઘણી વાર રડવું પડ્યું છે. અહીં ચાહકોને સરળ શબ્દોમાં કહી દઈએ કે, ન્યૂઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ભારતીય ધરતી પર એકપણ દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી નથી. કિવી ટીમે 1955માં પ્રથમ વખત ભારતનો પ્રવાસ કર્યો હતો જ્યારે તેને 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ શ્રેણીની ત્રણ મેચ ડ્રો રહી હતી. આ પછી 1965માં ન્યૂઝીલેન્ડની ટીમ ભારત આવી અને આ વખતે પણ તેને એક પણ ટેસ્ટ જીતવાની તક ન મળી. ત્યાર બાદ ભારતે 4 ટેસ્ટ શ્રેણીમાં 1-0થી પરાજય આપ્યો હતો. 3 ટેસ્ટ ડ્રો થઈ હતી. ત્યારબાદ 4 વર્ષ પછી એટલે કે 1969માં કિવી ટીમે એકવાર ભારતનો પ્રવાસ કર્યો અને આ વખતે તેણે ભારતની ધરતી પર પ્રથમ ટેસ્ટ જીતી. આ વખતે ન્યુઝીલેન્ડ 3 મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરવામાં સફળ રહ્યું હતું. આ વખતે પણ એક મેચ ડ્રો રહી હતી.
- કુલ શ્રેણી: 12
- ભારતની જીત: 10
- ન્યુઝીલેન્ડની જીત: 00
- ડ્રો: 2
ભારતમાં ટેસ્ટ મેચોમાં ન્યૂઝીલેન્ડ ટીમનો રેકોર્ડ
- કુલ ટેસ્ટ મેચઃ 36
- ભારતની જીત : 17
- ન્યૂઝીલેન્ડની જીત : 2
- ડ્રોઃ 17
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે છેલ્લી ટેસ્ટ શ્રેણી નવેમ્બર 2021માં ન્યુઝીલેન્ડની ટીમ હારી ગઈ
હતી. આ શ્રેણી માત્ર ભારતની ધરતી પર જ થઈ હતી, જ્યાં ન્યૂઝીલેન્ડને 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. જો આપણે એકંદર ટેસ્ટ શ્રેણી અને મેચના રેકોર્ડ પર નજર કરીએ તો આમાં પણ ભારતીય ટીમનો જ હાથ હોય તેવું લાગે છે. આ બંને રેકોર્ડ નીચે જોઈ શકાય છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે એકંદરે શ્રેણી રેકોર્ડ
- કુલ ટેસ્ટ શ્રેણી: 23
- ભારતની જીત : 12
- ન્યુઝીલેન્ડની જીત : 7
- ડ્રો: 4
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે એકંદરે ટેસ્ટ રેકોર્ડ
- કુલ ટેસ્ટ મેચ: 62
- ભારતની જીત : 22
- ન્યૂઝીલેન્ડ ની જીત : 13
- ડ્રો: 27
ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતની ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટ-કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ-કીપર) કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.
ટ્રાવેલિંગ રિઝર્વ: હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, મયંક યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે ન્યુઝીલેન્ડની ટીમઃ
ટોમ લાથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટ-કીપર), માઈકલ બ્રેસવેલ (માત્ર પ્રથમ ટેસ્ટ), માર્ક ચેપમેન, ડેવોન કોનવે, મેટ હેનરી, ડેરીલ મિશેલ, વિલ ઓ’રર્કે, ઈજાજ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી (માત્ર બીજી અને ત્રીજી ટેસ્ટ), ટિમ સાઉથી, કેન વિલિયમસન, વિલ યંગ, જેકબ ડફી.
ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ
- 16 ઓક્ટોબર: પહેલી ટેસ્ટ, બેંગલુરુ
- 24 ઓક્ટોબર: બીજી ટેસ્ટ, પુણે
- 1 નવેમ્બર: ત્રીજી ટેસ્ટ, મુંબઈ3
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.