Dryfruits Price: દિવાળીના પર્વમાં ડ્રાયફૂટના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 20થી 30 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે તહેવારોમાં હવે મોંઘવારીનો માર પડતા લોકો મુશ્કેલીમાં (Dryfruits Price) મુકાયા છે. હવે દિવાળી નજીક છે ત્યારે સુકા મેવા ખાવા પણ ભારે પડે તેમ લાગી રહ્યું છે કારણ કે હવે સુકા મેવાના ભાવ પણ આસમાને પહોચી રહ્યા છે.
સુકા મેવાના ભાવ રૂ 1000ને પાર
તહેવારોની ઉજવણી કરવા માટે સૌ તૈયારીઓ કરવામાં વ્યસ્ત થઇ જાય છે જો કે આ તહેવારોની સીઝનમાં મોંઘવારીની મહામારીને કારણે દરેક તહેવાર ફિક્કા રહે તેમ લાગી રહ્યુ છે. હવે મીઠાઈ, મેવા ખાવા પણ મોંઘા પડે તેમ છે કારણકે સુકામેવાના ભાવ પણ હવે રોકેટ ગતિએ વધ્ય છે. તો કેટલાક સુકા મેવાના ભાવ રૂ 1000ને પાર થયા છે ત્યારે અબકી માર મોંઘવારી માર જેવી સ્થિતિ હવે માર્કેટમાં જોવા મળી રહી છે.
કાજુના ભાવ આસમાને
કાજુની ઉત્પાદન કરતા દેશોમાં આ વખતે કાજુના ઉત્પાદનમાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે. જેના કારણે માર્કેટમાં કાજુના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વર્ષે ભારત સિવાય આફ્રિકી દેશોમાં કાજુના ઉત્પાદનમાં 80 ટકા પાક પ્રભાવિત થયો છે. કાજુનો જુનો સ્ટોક હવે પુરો થઈ ગયો છે. જેથી બજારમાં અત્યારે કાજુની માંગ ખુબ જ વધી છે. રેસ્ટોરન્ટ, સ્વીટ શોપ અને આઈસ્ક્રીમ બનાવવા માટે કાજુની ખુબ માંગ વધી રહી છે.
તહેવારના સમયે ભાવ આસમાને પહોંચે તેવી શક્યતા
અત્યારે સ્થિતિ એવી છે કે, પ્રિમિયમ ક્વોલિટીના કાજુ એવરેજ ક્વોલિટીના કાજુમાં નીકળી રહ્યાં છે. છેલ્લા એક મહિનાથી કાજુના ભાવ આસમાને પહોચી ગયા છે. જન્માષ્ટમીના તહેવાર પહેલા ભાવમાં વધારો થયો છે, તો તહેવારના સમયે ભાવ આસમાને પહોંચે તેવી શક્યતા છે.
બદામની કિંમતમાં થશે વધારો
બદામની કિંમત હાલમાં ક્વોલિટી પ્રમાણે રૂ. 1700 થી રૂ. 2500 પ્રતિ કિલો છે. તેની કિંમતમાં થોડો વધારો થવાની પણ શક્યતા છે. કાજુના ભાવમાં પણ થોડો વધારો થયો છે. લગભગ એક મહિના પહેલા કાજુનો જથ્થાબંધ ભાવ જે 720 રૂપિયા પ્રતિ કિલો હતો તે હવે 750 રૂપિયા થઈ ગયો છે. ગોવા અને આફ્રિકન દેશોમાંથી કાજુની સારી આવક છે. જો કે, અત્યારે ખરીદી કરવા માટે ઉતાવળ કરવાને બદલે બજારનો ટ્રેન્ડ જોવો જોઈએ. શક્ય છે કે ડ્રાયફ્રુટ માર્કેટમાં કોઈ આંતરરાષ્ટ્રીય ફેરફારને કારણે પરિસ્થિતિ બદલાઈ જાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.