ગીરના જંગલોમાં ચાર મહિના બાદ આજથી સિંહ દર્શનની શરૂઆત થઈ ગઈ છે. ચાર મહિનાના ચોમાસુ વેકેશન બાદ હવે પ્રવાસીઓ જંગલમાં સિંહના દર્શન કરી શકશે.
જુનાગઢઃ ગુજરાતમાં આજથી ફરી એકવાર સિંહ દર્શનની શરૂઆત થઇ છે. ચાર મહિના પછી ફરીથી જુનાગઢના સાસણ ગીરમાં લોકો સિંહ જોઈ શકશે. ઉલ્લેખનીય છે કે ચાર મહિનાનું સિંહોનું વેકેશન આજે પૂર્ણ થઈ ગયું છે. સિંહ સદન ખાતેથી પ્રવાસીઓની જીપ્સીને લીલીઝંડી અપાઈ છે. સિંહ જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ગુજરાત અને દેશભરમાંથી સાસણગીર ખાતે લોકો સિંહ જોવા માટે આવે છે. ચોમાસાની સિઝન મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ના પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન હતું.
ફરી સિંહ દર્શનનો મળશે લાભ
ગીરના જંગલોમાં વસતા સિંહોનું ચાર મહિનાનું વેકેશન આજે પૂર્ણ થઈ ગયું છે. હવે ગીરની મુલાકાતે જતાં લોકો સિંહ દર્શન કરી શકશે. સિંહ દર્શન શરૂ થવાની સાથે મોટી સંખ્યામાં આજે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. હવે ટૂંક સમયમાં દિવાળીનું વેકેશન શરૂ થવાનું છે, તેવામાં ગીરના જંગલો અને સિંહને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડવાના છે.
જુનાગઢમાં આવેલું ગીરનું જંગલ એશિયાટીક સિંહોનું ઘર છે. હવે આ નેશનલ પાર્ક આજથી પ્રસાવીઓ માટે ખુલી ગયું છે. ચોમાસાની સીઝન દરમિયાન ચાર મહિનાનું વેકેશન હતું. આ દરમિયાન સિંહ દર્શન સંપૂર્ણ રીતે બંધ હતા. પરંતુ હવે ચોમાસું પૂર્ણ થઈ ગયું છે અને લોકો સિંહ દર્શન કરી શકશે. વન વિભાગ દ્વારા પણ સિંહ દર્શન માટે આવતા પ્રસાવીઓ માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે.
વેકેશન દરમિયાન ગીરમાં બીજા કામ પણ થાય છે
ચોમાસાના ચાર મહિનામાં વરસાદને કારણે જંગલના રસ્તા બિસ્માર બની જાય છે. તેથી ભારે વરસાદમાં રસ્તાઓને રીપેર કરવા જેવા પડકારો આ ચાર મહિના દરમિયાન કરવા પડે છે. જેથી વેકેશન ખૂલે એટલે મુસાફરોને કોઈ તકલીફ ન થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.