Sharad Punam 2024: આજે શરદ પૂનમ છે. હિંદૂ ધર્મમાં આ દિવસનું ખાસ મહત્વ છે. ચંદ્ર પ્રકાશમાં ખીર ખાવાની પરંપરા પણ છે. તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આવો જાણીએ તેના વિશે.
શરદ પૂનમનો પર્વ ખૂબ જ ખાસ છે. આજના દિવસે ચંદ્ર પ્રકાશમાં ખીર મુકવામાં આવે છે અને બાદમાં તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. આ પર્વ સાથે જોડાયેલી અમુક ખાસ માન્યતાઓ વિશે જાણો.
શરદ પૂનમનું શુભ મુહૂર્ત
બ્રહ્મ મુહૂર્ત – 04:40 AM થી 05:29 AM
અભિજિત મુહૂર્ત – 11:45 AM થી 12:31 AM
નિશિતા મુહૂર્ત – 11:44 PM થી 10 ઓક્ટોબર 12:33 AM
ગોધૂલિ મુહૂર્ત – 05:46 PM થી 06:10 PM
અમૃત કાળ મુહૂર્ત – 11:42 PM થી 01:15 PM
સવાર્થ સિદ્ધિ યોગ – 06:18 AM થી 04:24
શરદ પૂનમના દિવસે ખીર ખાવાનું મહત્વ
શરદ પૂનમના દિવસે ચંદ્રના કિરણોમાં તમામ રોગોનો નાસ કરવાના ગુણ હોય છે જે શરીર અને આત્મા બંનને પોષણ આપે છે. એવું પણ માનવામાં આવે છે કે શરદ પૂનમના દિવસે ચંદ્રના કિરણોમાંથી અમૃત વરશે છે અને તેનો લાભ મેળવવા માટે ખીરને ચંદ્રના અજવાળામાં મૂકવામાં આવે છે. અને ત્યારબાદ સવારના સમયે ખીરને પ્રસાદરૂપે આરોગવામાં આવે છે. તેનું સેવન આ રીતે કરવાથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.
ધાર્મિક માન્યતા અનુસાર સમુદ્ર મંથનમાંથી માતા લક્ષ્મીની ઉત્પત્તિ શરદ પૂનમના દિવસે થઈ હતી. માટે આ દિવસને ધન આપનાર પણ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે માતા લક્ષ્મી ધરતી પર વિચરણ કરે છે અને જે લોકો રાત્રે જાગીને લક્ષ્મીની પૂજા કરે છે તેના પર પોતાની કૃપા વરસે છે અને ધન-વૈભવ પ્રદાન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.