જ્યારે તમે રાત્રે મોડેથી જમો છો ત્યારે તે તમારા બોડીને નુકસાન કરે છે. કારણ કે રાતના સમયે બોડીની સિસ્ટમ ધીમી પડી જાય છે. તેમાં ડાઇજેશન પ્રોસેસ, મેટાબોલિઝમ પણ સામેલ છે. એક સર્વે અનુસાર લેટ નાઇટ ડિનરની સૌથી મોટી સાઇડ ઇફેક્ટ એસિડ રિફ્લક્સ છે. જેના કારણે અન્ય અનેક બિમારીઓ પણ થવાની શક્યતા રહે છે. લેટ નાઇટ ડિનર કરવાની આદતથી શરીરને 10 મોટા નુકશાન થાય છે.
- લેટ નાઈટ ડિનર કરવાથી થાય છે અનેક સાઈડ ઈફેક્ટ્સ
- કેન્સર જેવી ગંભીર બિમારી પણ થઈ શકે છે
- ડાયાબિટીસ, ઊંઘ અને સ્ટ્રેસની સમસ્યા વધે છે
- બોડીમાં ફેટ જમા થવાથી હાઈ બીપીની સમસ્યા વધે છે
એસિડ રિફ્લ્ક્સ
લેટ ડિનર કરીને સૂવાથી પેટના એસિડની નળીથી મોઢામાં આગ લાગે છે. તેનાથી બળતરા, એસિડિટી સિવાય અલ્સર અને કેન્સરની સમસ્યા થઇ શકે છે.
કેન્સર
એસિડ રિફ્ક્લ્ક્સને કારણે વારેઘડી ગળાની અંદરનો ભાગ અસર પામે છે. તેના કારણે ગળાની કે ખાવાની નળીનું કેન્સર પણ થઇ શકે છે.
ડાયાબિટિસ
રાતના સમયે મોડેથી જમાવાના કારણે શરીરનું મેટાબોલિઝમ પ્રોસેસ સારી રીતે કામ કરી શકતું નથી, તેનાથી શુગર લેવલ વધે છે અને ડાયાબિટિસ થઇ શકે છે.
ઊંઘની સમસ્યા
લેટ ડિનર કરવાથી ડાઇજેશન પ્રોસસ સ્લો થાય છે. પેટમાં ગેસ અને એસિડિટી થવાથી ઊંઘ આવવામાં તકલીફ થઇ શકે છે.
સ્ટ્રેસ
લેટ ડિનરને કારણે ઊંઘ સારી રીતે પૂરી થતી નથી. તેના કારણે સ્ટ્રેસ અને ડિપ્રેશનની સમસ્યા થઇ શકે છે.
પેટ ફૂલવું
લેટ ડિનર બાદ ડાઇજેશન સારી રીતે થઇ શકતું નથી. ગેસને કારણે પેટ ફૂલવાની સમસ્યા થઇ શકે છે.
યૂરિન સમસ્યા
ડાઇજેશનની પ્રોસેસમાં યૂરિન આવે છે. પણ તે સમયે ઊંઘમાં હોવાના કારણે તમે બાથરૂમ જવાનું અવોઇડ કરતા હોવ છે. તેના કારણે યૂરિનની સમસ્યા થઇ શકે છે.
ગળાની તકલીફ
લેટ નાઇટ ડિનર પછી પેટનો એસિડ ખાવાની નળીની મદદથી ગળા અને મોઢામાં આવે છે. તેનાથી ગળાની તકલીફ, કફ, અસ્થમા થઇ શકે છે.
હાઇ બીપી
લેટ નાઇટને કારણે બોડીમાં ફેટ જમા થવા લાગે છે. આ ફેટ લોહીની નળીઓને સાંકડી કરે છે અને સાથે હાઇ બીપીની સમસ્યા રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.