ડીજેના તાલે નાચતાં નાચતાં એક છોકરાને મોત મળ્યું. આ છોકરા પોતાના લગ્ન બહાર વાગી રહેલા ડીજેમાં નાચવા ગયો હતો અને ત્યાં તેનું હાર્ટ બેસી ગયું હતું.
એમપીના ભોપાલમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં ડીજેના તાલે નાચતાં નાચતાં 13 વર્ષના એક છોકરાનું હાર્ટ બેસી જતા મોત થયું હતું. રાજધાની ભોપાલમાં એક 13 વર્ષના છોકરાનું કથિત રીતે એમ્પ્લીફાયર પર વગાડતા મોટેથી સંગીત પર ડાન્સ કરતી વખતે મૃત્યુ થયું છે. આ ઘટના ત્યારે બની જ્યારે પીડિત સમર બિલ્લોરે સ્થાનિક તહેવારની ઉજવણી દરમિયાન તેના ઘરની બહાર ડીજે વાગતું સાંભળ્યું હતું, તેના ઘરની બહાર લોકો ડાન્સ કરી રહ્યા હતા, આથી તેને હૈયું હાથ ન રહ્યું અને તે નાચવા ચાલ્યો હતો પરંતુ ભીડમાં નાચતાં નાચતાં તેનું હૃદય બેસી ગયું અને તે ઢળી પડ્યો અને થોડી વારમાં તેનું મોત થયું હતું. આવી સ્થિતિ વચ્ચે તેની માતા જમુના દેવી મદદ માટે બૂમો પાડતી રહી હતી તેમ છતાં પણ કોઈએ સાંભળી નહોતી અને લોકો નાચતાં રહ્યાં હતા આખરે ડીજે બંધ થતાં હોહા મચી હતી તેને હોસ્પિટલ લઈ જવાયો પરંતુ તે પહેલા તો તેનું મોત થઈ ચૂક્યું હતું.
ખતરનાક ડીજેમાં હાર્ટએટેકની સંભાવના
ડોક્ટરોએ પણ કહ્યું છે કે સમીરનું મોત હૃદય બેસી જવાને કારણે થયું છે. સમરના પિતા કૈલાશ બિલ્લોરે જણાવ્યું હતું કે ડીજેનો અવાજ “ખતરનાક રીતે જોરદાર હતો. ઘણી ચેતવણીઓ અપાઈ હોવા છતાં પણ તે બંધ કરાયું નહોતું અને એવું લાગતું હતું કે અમારા પુત્રનો જીવ સરકી ગયો હોવા છતાં, તે અવાજને કંઈપણ રોકી શકશે નહીં. ડોક્ટરોએ કહ્યું કે ડીજેનો અવાજ ખતરનાક હતો અને તેને કારણે સમીરનું હાર્ટ બેસી ગયું હતું. ઘોંઘાટનું સ્તર સતત 90 થી 100 ડેસિબલ્સ વચ્ચેનું છે જ નિયત મર્યાદાથી ઘણો વધારે છે.
ડીજેનો અવાજ ઘણો ખતરનાક
ડીજેના મોટા અવાજથી કાનમાં દુખાવો અને સાંભળવાની ખોટથી લઈને હૃદયના ધબકારા વધવા અને હાઈ બ્લડ પ્રેશર સુધીના ગંભીર સ્વાસ્થ્ય પરિણામો આવી શકે છે.કાન, નાક અને ગળાને અસર કરતી પરિસ્થિતિઓની સારવાર કરતી ડૉ. અનુષા શુક્લાએ ચેતવણી આપી હતી કે લાંબા સમય સુધી મોટા અવાજના સંપર્કમાં રહેવાથી શ્રવણને કાયમી નુકસાન થઈ શકે છે. મધ્યપ્રદેશમાં ડીજે પર લાઉડ મ્યુઝિક પર ડાન્સ કરતી વખતે 13 વર્ષનો છોકરો મૃત્યુ પામ્યો તેના ઘરની બહાર લોકો નાચતા હતા ત્યારે સમર મોટા અવાજે સંગીત તરફ ખેંચાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.