સાવકા પિતાની નજર બગડી, દીકરી પર દુષ્કર્મ આચર્યું, વિધિની વક્રતા! પોલીસે માફલો રફેદફે કર્યો…

વડોદરના ડભોઇ તાલુકામાં એક સગીરા પર સાવકા પિતા દુષ્કર્મ આચર્યું, ડભોઇ પોલીસ ફરિયાદ ન નોંધતા જિલ્લા પોલીસની રજૂઆત બાદ પોલીસે નોંધી ફરિયાદ

ડભોઇ તાલુકાના એક ગામમાં સાવકા પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચર્યું છે. પુત્રી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જઈ તો સમાજનો ડર બતાવી પોલીસે ફરિયાદ રફે દફે કરી ત્યારે સગીરા પોતાની માતા સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે.

સાવકી પુત્રી સાથે પિતાની હેવાનિયત

ડભોઇ તાલુકાના એક ગામની મહિલા વિધવા થતાં તેને અન્ય જગ્યાએ લગ્ન કર્યા હતા. પૂર્વ લગ્ન દરમિયાન થયેલી એક પુત્રીને સાથે લઈ ગઈ હતી. ત્યારે પુત્રી જ્યારે એકલી ઘરે હતી ત્યારે તેના સાવકા પિતાએ બે વાર દુષ્કર્મમાં આચર્યું હતું. સગીરા એ સમગ્ર ઘટનાની જાણ પોતાની માતાને કરતા માતા પુત્રીને લઈને ડભોઇ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જોકે ડભોઇ પોલીસે સમાજમાં આબરૂ જશે અને તારા લગ્ન પણ નહીં થાય તેવું ડર બતાવીને ફરિયાદ ન લીધી જેના કારણે સગીરા પોતાની માતા સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચી હતી અને તેમની સાથે બનેલી ઘટનાની રજૂઆત કરી હતી.

પોલીસ માંડ માંડ ફરિયાદ નોંધી..!

ભોગ બનેલી સગીરાની સ્થાનિક પોલીસ સ્ટેશને લેવલે ફરિયાદ દાખલ ન થતા સગીરા જિલ્લા પોલીસ વડા ને રજૂઆત કરવા પહોંચી હતી. જિલ્લા પોલીસ વડા રોહન આનંદે સમગ્ર મામલે કાયદેસર તપાસ કરવાના ડભોઈ પોલીસને આદેશ કર્યા ત્યારબાદ મોડી સાંજે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીઓને પોલીસ સાંભળતી જ નથી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરે તો જ ફરિયાદ દાખલ કરવામાં આવે છે જોકે અહીં સગીરા અને તેની માતાની હિંમતના કારણે ડભોઇ પોલીસને ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.