Saffron And Fennel Tea Benefits: ભારતના લોકો માટે ચા એક એનર્જી ડ્રિંકની જેમ કામ કરે છે. પરંતુ દૂધ વાળી કોમન ચા પીવાથી સ્વાસ્થ્યને લાભ નહીં પરંતુ નુકસાન થાય છે.
મોટાભાગે લોકો સવારની ઊંઘ ઉડાવવા માટે ચા પીતા હોય છે. પરંતુ અમે તમને એક એવી ચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમારે રાત્રે સુતી વખતે પીવાની રહેશે. તેનાથી તમારા ઊંઘની ક્વોલિટી સારી થશે. સાથે સાથે તમને ફાયદો પણ મળશે. અમે વાત કરી રહ્યા છીએ કેસર અને વરિયાળીની ચા વિશે.
આનાથી ગેસ નથી બનતા અને વિટામિન્સ મળે છે. ત્યાં જ કેસરમાં મૂડને બૂસ્ટ કરવાના ફાયદા ડબલ થઈ જાય છે અને એન્ટીઓક્સીડેન્ટ્સનો પણ ભંડાર હોય છે. આ બન્નેને સાથે મિક્સ કરી લો તો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડ્રિંક બનાવી શકાય છે. જે ખૂબ જ વધારે ફાયદા આપી શકે છે.
કેસર- વરિયાળીની ચા પીવાના ફાયદા
એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર
કેસર અને વરિયાળી બન્નેમાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ વધારે હોય છે. જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. એન્ટીઓક્સીડેન્ટ્સથી ઈમ્યૂનિટી પણ મજબૂત થાય છે. આ ચાને પીવાથી સ્ટ્રેસ દૂર થાય છે અને તમારા સ્વાસ્થ્યની સાથે સાથે મેન્ટલ હેલ્થ પણ યોગ્ય રહે છે.
સારી ઊંઘ
સામાન્ય રીતે કહેવામાં આવે છે કે સુતા પહેલા ચા-કોફીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી ઊંઘ પ્રભાવિત થઈ શકે છે. કેસર અને વરિયાળીના મિશ્રણ વાળી ચા જો તમે સુતા પહેલા પીશો તો તે તમને વધારે સારી ઊંઘ લાવવામાં મદદ કરશે.
મૂડ સ્વિંગ્સ
આજકાલ મૂડ સ્વિંગ્સ પણ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આખો દિવસ કામ અને એક્ટિવિટીના કારણે શરીરમાં હોર્મોનલ ઈનબેલેન્સ થાય છે જેનાથી મૂડ સ્વિંગ્સ થઈ શકે છે. કેસર અને વરિયાળી વાળી ચા પીવાથી મૂડ સ્વિંગ્સની સમસ્યા દૂર થશે. આ તમારા મૂડને વધારે સારો કરવામાં મદદ કરે છે.
પાચન
કેસર અને વરિયાળીની ચા પીવાથી ડાયજેશન ઈમ્પ્રૂવ થાય છે. કેસર અને વરિયાળીના ગુણ પેટમાં થઈ રહ્યા છે તો ગેસ, અપચો અને એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે. જો તમે રોજ ભોજન કર્યા બાદ આ ચા પીવો છો તો તમને વધારે જલ્દી પાચન સંબંધિ સમસ્યામાં રાહત મળી શકે છે.
મહિલાઓ માટે ફાયદાકારક
જે મહિલાઓને પીરિયડ્સ વખતે દુખાવો રહે છે તેમને ખાસ આ ચાને પીવી જોઈએ. કેસરને પહેલા પણ ઘણા રિપોર્ટ્સમાં માસિક ધર્મમાં થતી મુશ્કેલીઓ માટે ફાયદાકારક માનવામાં આવ્યું છે. વરિયાળીમાં ગેસ દૂર કરવાના ગુણ છે. માટે પીરિયડ્સ વખતે આ ચાનું સેવન લાભદાયક સાબિત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.