રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહનો વિરોધ કરનાર રેસલર સાક્ષી મલિકે બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને લઈને ઘણા દાવા કર્યા છે. સાક્ષી મલિકે પોતાની આત્મકથામાં જણાવ્યું છે કે આંદોલન પછી વિનેશ અને બજરંગના નજીકના લોકોએ તેનામાં લોભ જગાડવાનું શરૂ કર્યું હતું.
સાક્ષી મલિકે પોતાની આત્મકથામાં કર્યો ચોંકાવનારા ખુલાસા
સાક્ષી મલિકે તેના પુસ્તક ‘વિટનેસ’માં પણ ખુલાસો કર્યો હતો કે બાળપણમાં તેની છેડતી થઈ હતી. તેણે તેના ટ્યુશન ટીચર પર છેડતીનો આરોપ લગાવ્યો છે. તેણીએ કહ્યું કે તે ડરી ગઈ હતી પરંતુ કોઈને કહી શકતી ન હતી તેથી ચૂપ રહી હતી. સાક્ષીએ કહ્યું કે દોષ કદાચ મારો છે તેવું વિચારીને હું ઘરનાને કહી પણ શકતી નહોતી. મારા ટ્યૂશન ટીચરે મારુ યૌન શૌષણ કરતાં હતા. તેઓ ખોટા સમયે પણ મને ક્લાસ માટે બોલાવતાં હતા અને ક્યારેક મને ટચ કરી લેતાં હતા. મને ટ્યૂશન ક્લાસમાં જવાની બીક લાગતી હતી પરંતુ મેં મમ્મીને કદી પણ આની જાણ કરી નહોતી.
બ્રજભૂષણ સિંહ પર સનસનીખેજ આરોપ
સાક્ષી મલિકે ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રજભૂષણ સિંહ પર સનસનીખેજ આરોપ મૂકતાં એવો દાવો કર્યો કે માતાપિતા સાથે વાત કરાવવાને બહાને મને બ્રૂજભૂષણના રુમમાં મોકલવામાં આવી હતી. ત્યારે બાદ બ્રૂજભૂષણ મારા માતાપિતાને ફોન જોડ્યો શરુઆતમાં સારી વાત કરી, ફોન પૂરો થયાં બાદ તેણે મારુ યૌન શૌષણ કર્યું અને હું તેના પલંગ પર બેઠી હતી. ત્યાર બાદ મેં તેને ધક્કો માર્યો અને રડવા લાગી હતી.
બબીતા ફોગાટે અમારી સાથે રમત કરી
બબીતા ફોગાટ વિશે વાત કરતાં સાક્ષી મલિકે કહ્યું, ‘અમને લાગ્યું કે તે (બબીતા) વિરોધમાં અમારી સાથે બેસીને સાથી રેસલર તરીકે ખોટાં કામો સામે અવાજ ઉઠાવશે. તે અમારા સંઘર્ષને સમજશે. પરંતુ અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તે અમારી સાથે આટલી મોટી રમત રમશે. સાક્ષી મલિકે જણાવ્યું કે તેમના આંદોલન વચ્ચે, વિનેશ અને બજરંગે ટ્રાયલમાંથી મુક્તિની માંગ કરવાનું શરૂ કર્યું, જે સ્વાર્થ દર્શાવે છે. બબીતા ફોગાટ ઈચ્છે છે કે વિરોધ બાદ બ્રિજભૂષણ શરણ સિંહે પદ છોડવું જોઈએ અને તેમાંથી કોઈ એક WFIના વડા બને.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.