દિવાળી પહેલા જ આવકવેરા વિભાગનો અમદાવાદ, વડોદરા અને સુરતમાં સપાટો, કોની પાસેથી હાથ લાગ્યાં બેનામી વ્યવહારો…

અમદાવાદ, સુરત અને વડોદરા ખાતે વિવિધ 25 જેટલા સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા પાડ્યા હતા. જેમાં અમુક જગ્યાઓ પરથી બેનામી સંપત્તિ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

દિવાળીના તહેવાર પહેલા જ અમદાવાદ, વડોદરા અને સુરતમાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. જેમાં આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડર ગ્રૂપ, લેમીનેશન તથા પ્લાયના વેપારીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરોડામાં વડોદરાના બિલ્ડરની તપાસમાં બેનામી વ્યવહારો મળ્યા હોવાનું સામે આવ્યું છે.

વધુ બેનામી સંપત્તિ મળી આવવાની શક્યતા

આવકવેરા વિભાગની ટીમોએ 25 જેટલા સ્થલોએ દરોડા પાડ્યા છે. જેમાં રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે આવેલ મોટા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરાવામાં આવી છે. જેમાં વડોદરામાં 15, સુરતમાં 5, અમદાવાદમાં 5 જગ્યાએ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે. આ તપાસ અમદાવાદના આંબલી રોડ પર રોયલ ક્રાઉન લેમિનેશન, ક્રાઉન ડેકોરમાં તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત એસજી હાઈવે પર રોયલ ટચ અને ઓલમ્પસ ડેકોર નામની પેઢીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે તપાસમાં હજુ પણ વધુ બેનામી વ્યવહારો સામે આવવાની શક્યતા છે.

બીજી તરફ વડોદરામાં બિલ્ડર ત્યાં તપાસમાં બેનામી વ્યવહારો મળ્યા છે. વડોદરા ખાતે રત્નમ ગ્રૂપ, સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રૂપ, કોટયાર્ડ, શ્રીયમ ગ્રૂપને ત્યાં IT વિભાગે તપાસ હાથ ધરી હતી. જોકે થોડા સમયમાં સમગ્ર તપાસમાં કેટલી બેનામી સંપત્તિઓ મળી તે સામે આવી શકે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.